પંચમહાલ: આજરોજ પંચમહાલ જિલ્લામાં (Panchmahal) સવારથી ઠંડકનું પ્રમાણ જોવા મળ્યું તેમજ હવામાનની આગાહી મુજબ પાંચ દિવસ હવામાન વાદળછાયું રહેશે અને વરસાદની (Rain) શક્યતા જણાય રહી છે જેને લઇને પંચમહાલ જિલ્લાના વિવિધ સ્થળો એ વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ જોવા મળ્યો.
પંચમહાલ જિલ્લામાં હાલ ૨૧° સેલ્સિયસ તાપમાનની સાથે સાથે જૂદાં જૂદાં સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.સવારથી જ વાદળ છાયા વાતાવરણને લઈને શિયાળામાં ચોમાસાનો અહેસાસ થાય છે તેમજ હવામાન આધારિત ક્રૃષી સલાહ મુજબ ઊભા પાક જેવાં કે ઘઉં, ચણા, રાઈ, દિવેલા, વરીયાળી, ધાણા, શાકભાજી પાકો, તમાકુ, મકાઈ, કપાસ જેવા પાકો ને વાતાવરણ ની અસર થઈ શકે છે.
તેમજ એપીએમસીમાં અનાજની જણસીને વરસાદથી બચાવવા માટેની તકેદારી લેવામાં આવી. સાથે સાથે કેટલાક લોકો ની એવી ચર્ચાઓ થઈ રહી છે કે વરસાદ પડી ગયા બાદ ઠંડી નાં પ્રમાણ માં ખુબ વધારો જોવા મળશે.જ્યારે બીજી તરફ કમોસમી વરસાદ તેમજ વાદળછાયા વાતાવરણ ને કારણે તાવ, વાયરલ, શરદિ, ઉધરસ જેવી બીમારી ઓ થવાની સંભાવના પણ વધી જતી હોય છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલ દ્વારા પ્રસ્તુત, ભારતીય હવામાન વિભાગની સલાહ અનુસાર 28-12-2021 થી 29-12-2021 સુધી પંચમહાલ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે, આ દરમિયાન ખેતરોમાં ઉગાડવામાં આવતા પાક ને પીયત આપશો નહીં. અને કોઈ પણ પ્રકારના રસાયણ કે કીટનાશક નો ઉપયોગ કરશો નહીં. ઢોર અને નાના વાછરડા ને ઠંડી થી બચાવવા માટે પશુશાળા માં કે ગમાણ અથવા તબેલા માં બાંધવા. તેમજ લણણી કરેલા પાક ને સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત કરવા ની સલાહ આપવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર