પાવીજેતપુરમાં દીપડાએ નવ માસના બાળકને ઊઠાવી જઇને ફાડી ખાધું

News18 Gujarati
Updated: April 18, 2019, 7:16 AM IST
પાવીજેતપુરમાં દીપડાએ નવ માસના બાળકને ઊઠાવી જઇને ફાડી ખાધું
ફાઇલ તસવીર

પાવી જેતપુર તાલુકાના ઝરી ગામે દિપડાએ નવ માસના એક બાળકને વહેલી સવારે ચાર વાગ્યે ઘર આંગણેથી ગળાથી દબોચીને ઉઠાવી ગયો હતો

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ પાવી જેતપુર તાલુકાના ઝરી ગામે દિપડાએ નવ માસના એક બાળકને વહેલી સવારે ચાર વાગ્યે ઘર આંગણેથી ગળાથી દબોચીને ઉઠાવી ગયો હતો. નવ માસના બાળકને એક કિલોમીટર દૂર લઇ જની ફાડી ખાતા વિસ્તરામાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી પ્રમાણે પાવી જેતપુરના ઝરી ગામે એક દિપડો રાત્રે 2-30 વાગ્યે આવી પહોંચ્યો હતો. અહીં રાઠવા નાનાભાઈ ટીનીયાભાઈના ઘરમાં બાંધેલ બકરીને દિપડો ગળેથી પકડી ખેંચી લઇ ગયો હતો. બકરીના ઘોંઘાટને કારણે લોકો જાગી જતાં દિપડા પાછળ દોડીને તેને પડકારતા અહીંથી 30 ફૂટ દૂર બકરીને છોડી દિપડો ભાગી ગયો હતો.

બકરીનો શિકાર કરવામાં નિષ્ફળતા મળતા દીપડાએ નજીકમાં જ 1 કિમી દૂર ઘર આંગણે સુતેલા નાકભાઇ રાઠવાના પરિવારના નવ મહિનાના બાળકને પરિવાર સદસ્યો વચ્ચેથી સુતેલી અવસ્થામાં જ ગળેથી દબોચીને ખેંચી ગયો હતો. દિપડાના હુમલાની જાણ થતાં જ પરિવારોને ઉઠી ગયા હતા અને દિપડાને પડકાર્યો હતો. પરંતુ દિપડો માસુમ બાળકનું મારણ કરી જંગલમાં ભાગી ગયો હતો.

રાત્રે જ પરિવારના સ્વજનો અને ગ્રામજનોએ ટોર્ટ સહિત સુરક્ષાના સાધનો લઇ જંગલ તરફ દિપડાની તલાસ કરવા દોટ મુકી હતી. આ હુમલો સવારે ચાર વાગ્યો થયો હતો. દિપડો નવ મહિલાના બાળખ ધવલ જશવંત રાઠવાને દબોચી જંગલમાં પાણીવાળી જગ્યાએ લઇ ગયો હતો. શોધખોળ કરતા છેક ત્ર કલાક પછી સવારે સાત વાગ્યે કાંટાળી ઝાડી વચ્ચે પડેલો બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
First published: April 17, 2019, 7:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading