Home /News /madhya-gujarat /પંચમહાલઃ 'ઓ માડી.., ઓ મા..', યુવક અને પરિણીતાને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા, જુઓ નિર્દયતાનો video

પંચમહાલઃ 'ઓ માડી.., ઓ મા..', યુવક અને પરિણીતાને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા, જુઓ નિર્દયતાનો video

વીડિયો અને પકડાયેલા આરોપીઓની તસવીર

પરિણીતા ઓ માડી.. ઓ મા.. ઓ બાપા..પોકાર કરી રહી પરંતુ લોકોએ પરિણીતાની પોકાર ન સાંભળી અને નિર્દયતા પૂર્વક તાલિબાની સજા આપી. આ ઘટનામાં આઠ લોકોની ધપકડ કરી છે.

રાજેષ જોશી, પંચમહાલઃ પંચમહાલ (panchmahal) જિલ્લાનો એક વીડિયો (viral video) સોશિયલ મીડિયા (social media) ઉપર ભારે વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક યુવક અને પરિણીતાને એક ઝાડ સાથે દોરડા વડે બાંધવામાં આવ્યા હતા. અને તાલિબાની સજા આપતો વીડિયો જોતજોતામાં વાયરલ થયો હતો. વીડિયોમાં પરિણીતા મા માના પોકાર કરતી રહી હતી. પરંતુ કોઈ તેની મદદે આગળ આવ્યું ન હતું. જોકે, આ વીડિયો વાયરલ થતાં પોલીસના (police) ધ્યાને આપવતા તાત્કાલિક કામગીરી કરી હતી. અને તાલિબાની સજા આપનાર આઠ લોકોની ધરપકડ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના ખીલોડી ગામમાં એક યુવક અને પરિણીતા વચ્ચે અનૈતિક સંબંધોની આશંકા રાખીને બંનેને એક ઝાડ સાથે દોરડા વડે બાંધી દીધા હતા. આ સમયે પરિણીતા ઓ માડી.. ઓ મા.. ઓ બાપા..પોકાર કરી રહી હતી.

પરિણીતાની પોકાર કોઈએ ન સાંભળી હતી અને નીર્દયાત પૂર્વક કેટલાક લોકોએ તાલિબાની સજા આપી હતી. આ ઘટના જોવા માટે ગામના લોકોના ટોળા ઉમટ્યાં હતા. અને ટોળા પૈકી એક યુવક સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

આ પણ વાંચોઃ-સુરતઃ કોરોના સંકટ વચ્ચે મેદાનમાં ક્રિકેટ રમી રહેલા યુવકો પોલીસને જોઈ ઊભી પૂંછડીયે ભાગ્યા, જુઓ live video

અને આ વીડિયો વાયરલ સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો હતો. યુવક અને પરિણીતાને તાલિબાની સજાનો આ વીડિયો વાયરલ થતાં પોલીસને ધ્યાનમાં આવ્યો હતો. જેથી પોલીસ આ વીડિયોના મૂળમાં ગઈ હતી.



પોલીસે આ વીડિયોમાં તાલિબાની સજા આપનાર આઠ લોકોની ધરપકડ કરી હતી. યુવક યુવતી વચ્ચે અનૈતિક સંબંધોની આશંકાએ બંનેને તાલિબાની સજા આપી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
First published:

Tags: Panchmahal, ગુજરાત