Home /News /madhya-gujarat /

પંચમહાલ : ગોધરા તાલુકાના વિવિધ ગામોમાં 'લેન્ડ જેહાદ'ને લઈ વિશ્વ હિન્દુ પરિષદ ખફા, આવેદન આપ્યું

પંચમહાલ : ગોધરા તાલુકાના વિવિધ ગામોમાં 'લેન્ડ જેહાદ'ને લઈ વિશ્વ હિન્દુ પરિષદ ખફા, આવેદન આપ્યું

ગોધરામાં

ગોધરામાં 'લેન્ડ જેહાદ'નો મુદ્દો ચગ્યો '

Panchmahal News : પંચમહાલ જિલ્લાના આજના મહત્ત્વના સમાચારો જુઓ આ ખાસ વીડિયો બૂલેટિનમાં

    આજરોજ ગોધરા તાલુકાના (Godhra) વિવિધ ગામોને હિન્દુ વિહોણા કરવાનું લેન્ડ જેહાદનું (Land Jihad) ષડયંત્ર ચોક્કસ કોમના કેટલાક તત્વો દ્વારા ચાલી રહ્યું છે. આ બાબતે લેન્ડ જેહાદી ષડયંત્ર ભોગ બનેલ બારીયા રાઠવા નાયક તેમજ આદિવાસી હિન્દુ સમાજના પરિવારોને ન્યાય મળે અને સરકાર દ્વારા કમિટી નિર્માણ કરી આવા સડયંત્રકારીઓ ની સામે કાર્યવાહી થાય અને ગરીબ હિંદુ પરિવારોને એમને ગુમાવેલ જમીનો પરત મળે એ આશયથી આજે વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા ના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.    દરેક સમાજના ભાઈઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. જે હિન્દુ પરિવાર આશ્ચર્યનો ભોગ બન્યા હતા એ પરિવારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આવું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાએ જણાવ્યું હતું

    બટરનું કન્ટેનર સ્લીપ મારી ગયું

    પંચામૃત ડેરી પાસે 25 ton બટર નું કન્ટેનર સ્લીપ. મોટી જાનહાનિ ટળી.
    આજરોજ પંચામૃત ડેરી પાસે 25 ton બટર ભરેલું આઈસ કન્ટેનર સ્લીપ ખાતા ગોધરા શહેરા road પંચામૃત ડેરી પાસે ચક્કાજામ થયો હતો. ત્યાં ઉપસ્થિત લોકો અને ડ્રાઇવર નું જણાવવું એમ હતું કે ટ્રક વડાવા જતા ટાયર રસ્તા પરથી ઉતરી જવાના કારણે કન્ટેનર સ્લીપ ખાઈ ગયું હતુ.  વિશાળકાય કન્ટેનર સ્લીપ ખાતા રોડ પરથી નીચે ઉતરી ગયું. ભારે અકસ્માત થતા થતા ટળી ગયો. કોઈ જાનહાનિ થઈ નહીં.

     શાંતિ પ્રકાશ ભવન ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો

    વેપારી મંડળ ગોધરા ના સહયોગથી યોજાયો વેક્સિનેશન કેમ્પ.પંચમહાલ જિલ્લા વહીવટી તથા આરોગ્ય વિભાગ દ્વારા વેપારી મંડળ ગોધરા ના સહયોગથી covid vaccination  નો કેમ્પ સ્ટેશન રોડ શાંતિ પ્રકાશ ભવન ખાતે રાખવામાં આવેલ જેમાં વેપારીઓ અને નાગરિક ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે વેપારી મંડળના પ્રમુખ કિશોરીલાલ ભાયાણી, લીલા રામ સંતાણી, ડી.એચ.ઓ ડોક્ટર શ્રીવાસ્તવ, ડોક્ટર ડામોર તથા સ્ટાફની પ્રશંસનીય કામગીરી રહી હતી.
    First published:

    Tags: Land Jihad, Panchmahal, Panchmahal News, ગોધરા

    આગામી સમાચાર