Home /News /madhya-gujarat /

પંચમહાલ જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચંચોપાની સિદ્ધિ, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

પંચમહાલ જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચંચોપાની સિદ્ધિ, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

પંચમહાલ

પંચમહાલ વિદ્યાર્થીઓ

દ્વિતીય વિજેતાને 15000 રૂપિયા રોકડ ઈનામ ટ્રાફિ તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ભાગ લેનાર તમામ ટીમોને શાળા પ્રમાણપત્ર આપી સન્માનિત 

    પંચમહાલ જિલ્લામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની કામગીરી ખૂબ જ સુંદર રીતે થઈ રહી છે જેને કારણે બાલિકાઓ નો ડ્રોપ આઉટનો દર ઘટ્યો છે તેમજ શિક્ષણ નો વધારો પણ નોંધાયો છે. પંચમહાલ જિલ્લાના DPEO ડો. વી એમ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે પંચમહાલ જિલ્લામાં કુલ ૧૬ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આવેલી છે જેમાં ૧૭૫૦ બાળકીઓ ભણી રહી છે.

    જિલ્લામાં આવેલી કેજીબીવી વિદ્યાલય ખાતે બાળકીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે તેમજ તેજ સંકુલમાં નજીકમાં તેમને પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે સાથે સાથે કેજીબીવી દ્વારા વ્યવસાયિક શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે ડો. વી એમ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ગતરોજ ચંચોપા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા પંચમહાલ જિલ્લાનું ગૌરવ પણ વધારવામાં આવ્યું.

    ગતરોજ રાજ્યકક્ષા ઇન્ટર સ્કુલ બેન્ડ કોમ્પિટિશન 2021માં ઝોન કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ અને દ્વિતીય કક્ષાની કુમાર અને કન્યા ની ટીમો રિવરફ્રન્ટ પાલડી અમદાવાદ ખાતે હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી ગુજરાત સરકાર ના અધ્યક્ષ પણા હેઠળ જે સ્પર્ધા યોજાઈ.

    તેમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર કિરીટસિંહ પરમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, ગુજરાત પોલીસ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સમગ્ર શિક્ષા અભિયાનના એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જયશ્રી દેવાંગન , પ્રકાશ ત્રિવેદી શિક્ષણ સચિવ સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર ઉપસ્થિતિ રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા. ગુજરાતના પાંચ ઝોનમાંથી સિલેક્ટ થયેલી પ્રથમ અને દ્વિતીય નંબરની કુમાર અને કન્યાની ટીમો ૧૮ ટીમોએ ભાગ લીધો. સ્પર્ધક તમામ ટીમોએ પોતાના બેન્ડ ઉપર અલગ-અલગ દાવ રજૂ કર્યા. ઇન્ટર સ્કૂલ બેન્ડ કોમ્પિટિશન રાજ્યકક્ષાની જ્યુરી દ્વારા ૧૮ ટીમોમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય કુમાર અને પ્રથમ દ્વિતીય તૃતીય કન્યાઓની ટીમો પસંદ કરવામાં આવી. જેમાં પંચમહાલ જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચંચોપા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કેજીબીવી અને પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

    દ્વિતીય વિજેતાને 15000 રૂપિયા રોકડ ઈનામ ટ્રાફિ તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ભાગ લેનાર તમામ ટીમોને શાળા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. પોલીસ અધિક્ષક પંચમહાલ ડો.લીના પાટીલ ના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ ના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા જેન્ડર કો ઓર્ડીનેટર અને મદદનીશ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અંજનાબેન પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ચંચોપાની દીકરીઓ કન્યા વિભાગમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Godhra news, Gujarati News News, Panchmahal News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन