પંચમહાલ : ડેરી વેચતી હતી નકલી દૂધ, જાણો કઇ રીતે ખાતરમાંથી બનાવતા હતા 'સફેદ મોત'

પંચમહાલ : ડેરી વેચતી હતી નકલી દૂધ, જાણો કઇ રીતે ખાતરમાંથી બનાવતા હતા 'સફેદ મોત'
પાલિકાના ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી.

પાલિકાના ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી.

 • Share this:
  ગોધરા : આપણે દૂધને સંપૂર્ણ આહાર માનીએ છીએ. ઘરનાં તમામ સભ્યો આ દૂધ પીએ તેવો આગ્રહ પણ રાખતા જ હોઇએ છીએ. પરંતુ પંચમહાલનાં શહેરામાં નકલી દૂધ બનાવીને સફેદ મોત વેચતા હોવાનું સામે આવ્યું છે. નકલી દૂધ બનાવતા હોવાની ફરિયાદોના પગલે નગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડો પાડીને કનૈયા ડેરી ફાર્મ નામની દૂધની દુકાનમાંથી નકલી દૂધનો મોટો ઝડપી પાડવામાં આવ્યો છે. કનૈયા દૂધ નામની દુકાને યુરિયા ખાતરમાંથી દૂધ બનાવી વેચાણ કરાતું હોવાથી પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગે દૂધની દુકાન સીલ કરી સંચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે. જાણવા મળ્યું છે કે, આ ડેરી યુરિયા ખાતર, શેમ્પૂ અને તેલમાંથી દૂધ બનાવી લોકોને વેચતા હતાં.

  આ મામલ મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધ લોકોને આપીને તેમના જીવ સાથે રમત રમવામાં આવતી હતી.આ માહિતી નગરપાલિકાના ફૂડ અને સેફટી વિભાગને મળી હતી. જેને લઈને પાલિકાના ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી.

  જે દરમિયાન બાતમી મળી હતી કે, શહેરાના મુખ્ય બજારમાં આવેલી કનૈયા ડેરી ફાર્મ નામની દુકાનના સંચાલક દિલીપ પરમાર દ્વારા નકલી દૂધ બનાવી ગ્રાહકોને વેચવામાં આવી રહ્યું છે. તેમજ નકલી દૂધ તે શહેરાની જૂની વિદ્યુત કચેરી પાસેના વિસ્તારમાં રહેણાંક મકાનને ભાડે રાખીને બનાવતો હતો.

  આ પણ વાંચો - કૉંગ્રેસનો આક્ષેપ, 'ગુજરાત સરકારે 58 હજાર કરોડ રૂ.નાં ખર્ચે 40 હજાર ચાઇનીઝ ટેબ્લેટ ખરીદ્યા'

  આ પણ જુઓ -

  બાતમીના આધારે ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ગઇકાલે આ રહેણાંક મકાન પર છાપો મારવામાં આવ્યો હતો. જેમાં ઘરમાંથી નકલી દૂધ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ હાનિકારક પદાર્થો મળી આવ્યા હતા. જ્યારે આ રહેણાંક મકાનમાંથી યુરીયા ખાતરની એક બેગ, રાની કપાસિયા તેલના 10 ઉપરાંત ભરેલા પાઉચ અને 50 ઉપરાંત ખાલી પાઉચ મળી આવ્યા હતા.
  Published by:News18 Gujarati
  First published:June 24, 2020, 08:43 am

  ટૉપ ન્યૂઝ