Home /News /madhya-gujarat /

Corona Case in Panchmahal: 28 જાન્યુઆરીએ જાણો પંચમહાલમાં કોરોનાનાં કેટલાં કેસ આવ્યાં

Corona Case in Panchmahal: 28 જાન્યુઆરીએ જાણો પંચમહાલમાં કોરોનાનાં કેટલાં કેસ આવ્યાં

૨૮-૦૧-૨૦૨૨ , કોરોના, પંચમહાલ

Corona Updates: ગ્રામીણ વિસ્તારોમાં ગોધરામાં 15, હાલોલમાં 10, કાલોલમાં 7, શહેરામાં 9, ઘોઘંબામાં 4 તથા જાંબુઘોડા માં 10 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સાથે પંચમહાલ જિલ્લામાં કોરોના થી ...

    પંચમહાલ: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ૨૮-૦૧-૨૦૨૨ નાં રોજ કોરોના (corona) પોઝિટિવ કેસ (positive) ની સંખ્યા ૮૫ આવી છે. હાલમાં કોરોના મહામારી ને લઈને તંત્ર કાર્યરત થયું છે જેનાં કારણે રાજ્ય સરકાર દ્વારા ગોધરા નગરમાં રાત્રે ૧૦ થી સવાર નાં ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ (night curfew) પણ અમલમાં મૂકવામાં આવ્યું છે જેને પગલે તંત્ર તેમજ પોલીસ પ્રશાસન પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ માં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે પોઝિટિવ કેસ માં વધારો જોવા મળી રહ્યો છે તેથી રોજબરોજ આવી રહેલાં કોરોના પોઝિટિવ કેસને પ્રજા અવગણી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લામાં કોવિડ ૧૯ (COVID 19) નાં ૮૫ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

    વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને પેન્ડેમીક જાહેર કરવામાં આવ્યું છે. આ રોગને કાબૂમાં લેવા અર્થે અત્રેની આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ, ગોધરા દ્વારા અસરકારક અને ઘનિષ્ઠ સર્વેલન્સ ની કામગીરી તેમજ સ્ક્રીનીંગ ની કામગીરી તેમજ જરૂરી આ રોગને રોકવા નાં પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.તે અંગે ની કામગીરીનાં અહેવાલ મુજબ પંચમહાલ જિલ્લામાં આજરોજ કોવિડ ૧૯ પોઝિટિવ કેસની મળી આવેલ સંખ્યા ૮૫ છે. જેમાં શહેરી વિસ્તારમાં ગોધરામાં ૧૮, હાલોલમાં ૬, કાલોલમાં ૪ તથા શહેરામાં ૨ કેસ મળી આવ્યા છે.

    આ પણ વાંચો-Vadodara Accident: ટ્રકનું ટાયર ફરી વળતા પિતા-પુત્રનું મોત, 16 વર્ષનાં પુત્રનાં બંને પગ થયા અલગ, પિતાનું માથું છુંદાયું

    ગ્રામીણ વિસ્તારોમાં ગોધરામાં ૧૫, હાલોલમાં ૧૦, કાલોલમાં ૭, શહેરા માં ૯, ઘોઘંબા માં ૪ તથા જાંબુઘોડા માં ૧૦ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સાથે પંચમહાલ જિલ્લામાં કોરોના થી એક વ્યક્તિ નું મરણ થયું છે. તેમજ આજરોજ સારવાર હેઠળ રાખવામાં આવેલા વ્યક્તિઓ માં થી ૫૫ વ્યક્તિઓ ને રજા આપવામાં આવી છે.

    આ પણ વાંચો-CCTV: પેટ્રોલપંપ પર જ યુવાને શરીર પર રેડ્યું જ્વલનશીલ પ્રવાહી, દીવાસળી ચાંપે તે પહેલાં કરાયો બચાવ

    આ સાથે પંચમહાલ જિલ્લામાં અત્યારસુધી મળેલ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૬૮૩ થઈ ગઈ છે. તેમજ તેની સામે આજરોજ ૧૮ વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવતા લોકોમાં રસીકરણનાં પ્રથમ અને દ્વિતીય ડોઝ આપેલ વ્યક્તિઓ ની સંખ્યા ૨૫૨૨ છે તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી કુલ પ્રથમ અને દ્વિતીય ડોઝ લીધેલા કુલ વ્યક્તિઓ ની સંખ્યા ૨૪,૩૪,૪૧૮ થવા પામી છે.
    First published:

    Tags: Corona case, Corona update, કોરોના, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन