ગોધરા, પંચમહાલ: આજરોજ ૨૬ જાન્યુઆરીનાં પ્રજાસત્તાક પર્વને પંચમહાલ (Panchmahal) જિલ્લામાં સૌ કોઈ અલગ-અલગ રીતે ઉજવી રહ્યા છે. ત્યારે ગોધરાનાં રોયલ એન્ફિલ્ડ (Royal Enfield) ગ્રૃપ દ્વારા પણ અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરાનાં બુલેટ લવર્સ (bullet lovers) અને રોયલ એન્ફિલ્ડ નાં કર્મચારીઓ દ્વારા આજરોજ ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ગોધરા ખાતે Ride For Pride બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ કરતા વધારે બુલેટ રાઈડર એકસાથે હેલ્મેટ, માસ્ક અને જેકેટ પહેરીને તિરંગા સાથે ગોધરા (godhra) નાં તમામ માર્ગો ઉપર ઢગ ઢગ ઢગ કરતાં રસ્તા પર થી પસાર થતા ગોધરા ની પ્રજા બીજા કામ મૂકીને તે જોવા લાગ્યા હતા.
રોયલ એન્ફિલ્ડ ગ્રૃપ નાં આગેવાન કિરણ પંડ્યા આ બાઇક રાઇડ નું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે અમે બધાં રોયલ એન્ફિલ્ડ નાં કર્મચારીઓ તથા બુલેટ લવર્સ છીએ. આજરોજ અમે ગોધરા નાં તમામ મૂખ્ય માર્ગો ઉપર જેવાકે વાવડી થી લઈ ચર્ચ ત્યાંથી કલેકટર કચેરી અશોક સ્તંભ ત્યાં થી વળીને ગોધરાનાં ચાચર ચોક થઈ ભુરાવાવ થી પંચામૃત ડેરી ની બહાર આવેલા ફાઇટર પ્લેન નાં સર્કલ સુધી ની રાઇડ નું આયોજન કર્યું હતું.
તેમજ તેમણે ઉમેર્યું કે આજે પ્રજાસત્તાક પર્વ પર આપણને સૌને એક લાગણી નો અનુભવ થાય છે. આપણે ભારત માં રહિએ છીએ તેનો આપણને બધાને ગર્વ છે. અમે બધા રોયલ એન્ફિલ્ડ નાં કર્મચારીઓ છીએ તેમજ અમારી સાથે ગોધરા નાં રાઇડ લવર્સ તેમજ બુલેટ લવર્સ છે. તેમજ આજના દિવસે અમારો આ રાઇડ કરવાનો હેતુ \"Ride For Pride\" નો છે. આ રાઇડ થી અમે ગોધરા ની પ્રજાને એ સંદેશ આપવા માંગીએ છીએ કે દરેક ભારતીય એ ભારતીય હોવાનું ગૌરવ લેવું જોઈએ...
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર