આદિજાતિ વિકાસ, આરોગ્ય રાજયમંત્રી નિમિષા બેન સુથારે પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં જીએફએલ કંપનીના પ્લાન્ટમાં થયેલ આગ ની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ કર્મચારીઓની હોસ્પિટલમાં મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતા.
પંચમહાલ: આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથારે (Minister of State for Health Nimishaben Suthar) જીએફએલ, ઘોઘમ્બા ખાતે આગની દુર્ઘટનાનાં ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતા.આદિજાતિ વિકાસ, આરોગ્ય રાજયમંત્રી નિમિષા બેન સુથારે પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં જીએફએલ કંપનીના પ્લાન્ટમાં થયેલ આગ ની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ કર્મચારીઓની હોસ્પિટલમાં મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતા.
રાજ્યમંત્રી એ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા અને પ્રાંત અધિકારી એ.કે.ગૌતમ સહિત ના વરિષ્ઠ અધિકારીઓ સાથે હાલોલ ની મા સર્જિકલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ૮ જેટલા ઇજાગ્રસ્ત કર્મચારીઓ ની મુલાકાત લેતા તેમની સ્થિતિ અને કરાઈ રહેલી સારવાર વિશે વિગતો મેળવતા ઘાયલ વ્યક્તિઓ ને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા અંગે સૂચના આપી હતી. આ ઉપરાંત, મંત્રી એ વડોદરા ખાતે દાખલ ૨ ઇજાગ્રસ્તોની સ્થિતિ વિશે પણ જાણકારી મેળવી હતી. તેમણે દુર્ઘટ ના બાદ હાથ ધરાયેલી બચાવ-રાહત કામગીરી વિષે વિગતો મેળવતા આગના પરિણામે જીવ ગુમાવનાર કર્મચારીઓ ના પરિવાર માટે સહાનુભૂતિ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન હાલોલ નગરપાલિકા ના પ્રમુખ વિભાક્ષીબેન દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મીનાક્ષીબેન ચૌહાણ હાજર રહ્યા હતા.
હાલ હજુ પણ કેટલા લોકો આ ઘટના માં મરણ પામેલ છે તેની શોધખોળ ચાલી રહી છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકો ની સારવાર ઉત્તમ રીતે થાય તે માટે તંત્ર તેમજ મંત્રીમંડળ દોડતું થયું છે. જીપીસીબીના અધિકારીઓ એ આઇ કાપડિયાના જણાવ્યાનુસાર આ ઘટનામાં શુક્રવારે સવારે ફરીથી એસડીઆરએફ વડોદરા ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વધુ બે કામદારોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકો પૈકી છ ની ઓળખ થઇ ચૂકી છે અને એક ની ઓળખ થઇ શકી નથી. કંપનીમાં થયેલી આ દુર્ઘટનાને પગલે 20 ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી સર્જિકલ હોસ્પિટલ માં સારવાર અર્થે લવાયા હતા. જેમાં દસ ને પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલી દેવાયા હતા તેમજ બે ઇજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલમાં જ્યારે આઠ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરાઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર