Home /News /madhya-gujarat /

પંચમહાલ : આવી રીતે ઉજવાયો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્યદિન DY CM નીતિન પટેલે કહી આ વાત

પંચમહાલ : આવી રીતે ઉજવાયો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્યદિન DY CM નીતિન પટેલે કહી આ વાત

પંચમહાલમાં

પંચમહાલમાં ઉજવાયો સ્વાતંત્રદિન જિલ્લા કક્ષાની ઉજવણી થઈ

નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની હાજરીમાં પંચમહાલ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમ યોજાયો. કોરોના ની ગાઈડલાઈન ને ધ્યાન?

    હાલ આખું ભારત 75 મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યુ હોય ગતરોજ ૧૫મી ઓગસ્ટના દિવસે પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરા ખાતે યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની હાજરીમાં જિલ્લાકક્ષાના સ્વતંત્ર દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

    ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં થોડા દિવસો પહેલાથી જ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જેના ભાગરૂપે સ્વચ્છતા,સુશોભન અને સુરક્ષાના બંદોબસ્ત ની તૈયારીઓ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન કરાયો.

    નીતીન પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. ધ્વજારોહણ બાદ તિરંગાને સલામી આપી અને રાષ્ટ્રગાન દ્વારા વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. ત્યારબાદ ના મુખ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા પ્રજાને સંબોધન કરવામાં આવ્યું. જેમાં તેમણે 1947 માટે દેશ આઝાદ થયો તેના માટે થયેલા અનેક દાયકાઓમાં સંઘર્ષો ને યાદ કર્યા હતા.

    ત્યારબાદ તેમને ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા એ વિષય પર વાત કરતા પ્રજાને ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ કોરોના સમયમાં સારી કામગીરી કરનાર તેમજ જિલ્લામાં ઉપલબ્ધીઓ મેળવનાર લોકોને નાયબ મુખ્યમંત્રી ના હસ્તે પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.

    જેમાં કોરોના ની સંપૂર્ણ guideline ને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ થાય તને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ લાઈન ના પ્રાંગણ માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જિલ્લા પ્રમુખ કામિનીબેન સોલંકી તેમજ વિધાનસભા સભ્ય રતનસિંહ રાઠોડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

    તેમજ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સચોટ તકેદારીઓ પણ રાખવામાં આવી હતી. તેમજ ૧૫મી ઓગસ્ટના આ કાર્યક્રમમાં જિલ્લા ની પ્રજા,અધિકારીઓ,પોલીસ દળ પણ મોટી અહી હાજર રહ્યા હતાં. ત્યારબાદ સમાપન વિધિ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
    First published:

    Tags: Independence day, Panchmahal

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन