Home /News /madhya-gujarat /

પંચમહાલઃ હાલના સંજોગોમાં ટ્રક માલિકોને એક ફેરાના નફામાંથી રૂ.3500 જેટલી ખોટ સહન કરવી પડે છે 

પંચમહાલઃ હાલના સંજોગોમાં ટ્રક માલિકોને એક ફેરાના નફામાંથી રૂ.3500 જેટલી ખોટ સહન કરવી પડે છે 

ટ્રાન્સપોર્ટ સેવાને અસર

 ટ્રક માલિક જણાવી રહ્યા છે કે જૂના ભાડામાં ગાડીઓ ચલાવી રહ્યા છે . કેટલાક માલિકો વાહનો વેચવા ફરી રહ્યા છે . ડીઝલનો ભાવ વધતાં ડ્રાઇવર અને

    પંચમહાલ: જિલ્લામાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે ૧૭૦૦ જેટલી ટ્રકો સંકળાયેલી છે . જિલ્લાનો ટ્રાન્સપોર્ટ વ્યવસાય રાજ્ય સહિત દેશભરમાં ચાલી રહ્યો છે . ૧૭૦૦ ટ્રકોમાંથી ૬૦ ટકા ટ્રકો મહારાષ્ટ્રની ટ્રીપો કરે છે . જ્યારે ૪૦ ટકા ટ્રકો લોકલ ટ્રીપ કરીને ટ્રાન્સપોર્ટનો ધંધો કરીને આજીવિકા ચલાવે છે . હાલ ડીઝલના ભાવમાં ભડકોથતાં રૂ।.૧૦૨ સુધી પહોંચી જતાં ટ્રાન્સપોર્ટનો ધંધો મંદો પડી ગયો છે . જિલ્લામાં ડીઝલના ભાવ વધવા છતાં ટ્રકમાલિકો ભાવ વધારી શકતા નથી . વાહનમાલિકોને ટ્રકમાં લવાતાં સામાનનું ભાડું વેપારી ચૂકવે છે .

    વેપારીઓ ડીઝલના ભાવ વધવા છતાં વધારાનું ભાડું આપવાનું ના પાડી ડીઝલનો ભાવ રૂા .૫૬ હતો ત્યારનું જ ભાડું આપી રહ્યા છે . આથી ટ્રક માલિકોને એક ફેરાના ટ્રાન્સપોર્ટરો જણાવી રહ્યા છે . ટ્રક માલિકોને વાહનોના મેન્ટેન્સ , ટ્રક ડ્રાઇવરનો પગાર , હપ્તો કાઢતાં ટ્રક માલિકને નફો મળતો નથી . જેને લઇને પંચમહાલ ટ્રક એસોસિએશન આવનારા સમયમાં ભાડું વધારવા ગુજરાત એસો.ને રજૂઆત કરશેનફામાંથી રૂ।. ૩૫૦૦ જેટલી ખોટ સહન કરવી પડી રહી છે .

    છતાં વાહન માલિકો મજબૂરીથી ટ્રાન્સપોર્ટેશન કરી રહ્યા છે . જ્યારે લોકલ ટ્રીપ કરતી ૪૦ % ટ્રકોમાંથી ડીઝલના ભાવવધારાથી ટ્રકો ભાડા વગર પડી રહી છે . ટ્રક માલિક જણાવી રહ્યા છે કે જૂના ભાડામાં ગાડીઓ ચલાવી રહ્યા છે . કેટલાક માલિકો વાહનો વેચવા ફરી રહ્યા છે . ડીઝલનો ભાવ વધતાં ડ્રાઇવર અને ક્લીનરનો પગાર ભાડામાંથી કાઢવો મુશ્કેલ બન્યો છે .

    જ્યારે કેટલાક ટ્રકોવાળા ડીઝલના ભાવ વધતાં નફો સરભર કરવા કેરોસીન અને મિથેલીન નાખીને વાહન ચલાવીને વાતાવરણ પ્રદૂષિત કરતા હોવાની બૂમ પણ સંભળાય છે.હાલ જૂના ભાડાથી ટ્રાન્સ્પોર્ટનો ધંધો કરી રહ્યા છે . જિલ્લાની ૧૭૦૦ જેટલી ટ્રકોમાંથી કેટલીક ટ્રકો ભાડા વગર પડી રહી છે . ડીઝલ રૂા .૧૦૨ થતાં અમે ગુજરાત ટ્રક એસોસિએશન અને વેપારી સાથે વાત કરીને ભાડા વધારવાનું આયોજન આગામી સમયમાં કરીશું.તેમ શોએરભાઇ બક્કર , ખજાનચી , પંચમહાલ ટ્રક એસોસિએશને જણાવ્યું.
    First published:

    Tags: Latest gujarati news, Panchmahal News, Petrol price

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन