રાજેશ જોષી, પંચમહાલ: યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો અને સહેલાણીઓ (tourist) ઉમટ્યા હતા. બીજી તરફ હાલ કોરોના મહામારીને (coroanvirus) લઈ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distance) જાળવવા માટે સરકારના આદેશ અન્વયે પોલીસ (police) અમલીકરણ માટે કામગીરી કરી રહી છે. જેને અનુલક્ષી પાવાગઢ પોલીસ મથકે (Pavagadh police station) ફરજ બજાવતાં ઇન્ચાર્જ પીએસઆઈ પરમાર અને ટીમ પાવાગઢના વડાતળાવ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ગયા હતા.
દરમિયાન બે યુવતીઓ અને યુવકોનું ટોળું જોવાયું હતું.જેથી પોલીસે તેઓને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે ટકોર કરવા સાથે દંડનીય કાર્યવાહી માટે હિલચાલ કરતાં જ યુવતીઓ અને યુવકો સાથે શાબ્દિક ઘર્ષણ થયું હતું. દરમિયાન યુવકોએ પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકો પૈકી કોઈકે પોલીસના ઉચ્ચ અધિકારીની ગાડીના ચાલકનો પુત્ર હોવાનો રોફ પણ બતાવ્યો હોવાનું ચર્ચાતું સાંભળવા મળ્યું હતું.
જોકે અપશબ્દો સાથેની શરૂઆતથી ઝપાઝપી સુધી પહોંચેલા મામલામાં પોલીસે પીછેહઠ કર્યા વિના બે યુવતીઓ અને દશ યુવકોની અટકાયત કરી લીધી હતી. જેનાબાદ તમામને પાવાગઢ પોલીસ મથકે લઈ જઈ પોલીસની સરકારી કામગીરીમાં અડચણ, એપેડેમીક એક્ટ સહિતની જોગવાઈ મુજબ ગુનો નોંધતા જ એક તબક્કે ઝપાઝપી સુધી પહોંચી ગયેલા યુવક-યુવતીઓના પગ નીચેથી ધરતી સરકી ગયાનો ઘાટ ઘડાયો હતો.
આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, તહેવારોમાં કેવી રહેશે સોના-ચાંદીની ચાલ?
યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રી શરુ થાય તે પહેલાં જ રવિવારની રજાનો આનંદ માણવા માટે કોરોનાથી બેખૌફ થઈને એક લાખથી વધુ યાત્રાળુઓ ઉમટી પડતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યાં હતાં. માચી સ્ટેશનથી લઈને નીચે ઉતરતાં વાહનોની કતારો લાગતાં ઠેરઠેર ટ્રાફિક જામ થયો હતો.
આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું સાચે પિરિયડમાં છે કે નાટક કરે છે?, ફિઝિકલ રિલેશન બાબતે સમજાવું', નફ્ફટ સસરાનું પુત્રવધૂ સાથે અભદ્ર વર્તન
આ પણ વાંચોઃ-અમદાવાદઃ મિત્રને મોબાઈલ વાપરવા આપવો ભારે પડ્યો, પોતાની પત્ની સાથે વાતો કરવાનો ભાંડો ફૂટ્યો, પછી થઈ જોવા જેવી
ટ્રાફિક જામને હળવો કરવામાં પણ પોલીસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય રીતે આ વેપારીઓ નવરાત્રીની તૈયારીના ભાગ રૂપે એક મહિના પહેલાથી જ શરુઆત કરે છે. પાવાગઢમાં નવરાત્રી દરમિયાન દર્શનાર્થે દેશભરમાંથી 10થી 12 લાખ લોકો આવે છે.
ઉલ્લેખનીય છેકે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રોજે રોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસથી વધુ 1181 લોકો સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી દર્દીઓની સંખ્યા 1,51,596એ પહોંચી છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 9 લોકોના મોત નીપજ્યા છે આમ કોરોનાના કારણે દર્દીઓના મોતની સંખ્યા 3569 થઈ છે.