Home /News /madhya-gujarat /

Womens Day: મહિલા તથા વિજ્ઞાન વગર માનવ જીવનનો વિકાસ કરવો અશક્ય

Womens Day: મહિલા તથા વિજ્ઞાન વગર માનવ જીવનનો વિકાસ કરવો અશક્ય

પંચમહાલ મહિલા દિવસ

Panchmahal News: વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ પણ આજના સમયમાં હરણફાળ ભરી આગળ વધે તે માટે પણ જિલ્લાની કોલેજો તથા શાળાઓમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

    શિવમ પુરોહિત, પંચમહાલ: લોક વિજ્ઞાન કેન્ર્દ્ર (lok vigyan Kendra) ગોધરાના (godhra) ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (woman's day) વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ૮ મી માર્ચ એ સમગ્ર દેશમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ” તરીકે ઉજવાય છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા આ દિવસની ઉજવણી પંચમહાલ જીલ્લાના વિવિધ સ્થળોએ કરવામાં આવી હતી. જેમાં મહિલા જાગ્રતિ કાર્યક્રમ , વૈજ્ઞાનિક સમજણ કેળવાય તે માટે તજજ્ઞોના વક્તવ્યો, મહિલાઓની તંદુરસ્તી જળવાય તે હેતુથી માર્ગદર્શન શિબિર વગરે રાખવામાં આવ્યા હતા.

    આ કાર્યક્રમોમાં પંચમહાલ જીલ્લાની વિવિધ શાળા,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતે મહિલા વિજ્ઞાન પ્રેમીઓએ ભાગ લીધો હતો. વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ પણ આજના સમયમાં હરણફાળ ભરી આગળ વધે તે માટે પણ જિલ્લાની કોલેજો તથા શાળાઓમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે મહિલાઓમાં માસિક સ્વચ્છતા તથા જાગૃતિ કેળવાય તે માટે પણ અનેક કાર્યક્રમો થઇ રહેલ છે. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના પ્રમુખ સુજલ કુમાર મયાત્રા કલેકટર પંચમહાલ જીલ્લોના માર્ગદર્શન હેઠળ પ્રારંભ થયેલ મહિલા વિજ્ઞાન ક્લબ દ્વારા આશ્રમ શાળા માં વસ્તી બાળકીઓના સ્વાસ્થ્ય અંગે ખાસ વક્તવ્ય યોજાયું હતું જેમાં ડૉ. ફાલ્ગુનીબેન દામા તથા અન્ય મહિલાઓએ શારીરિક રીતે શશક્ત રહેવા ઉપસ્થિત સૌ ને સમજણ પૂરી પાડી હતી.

    આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધો.10ની વિદ્યાર્થિનીને કરી નજર કેદ, કિશોરીની આત્મહત્યાની કોશિશ

    ગામડામાં વસ્તી બાળકીઓ વિજ્ઞાન પ્રત્યે રૂચી કેળવે તથા સાચી સમજણ મેળવી પોતાના જ્ઞાનમાં ઉતરોતર વધરો કરી સમજણ મળે તે માટે સિદ્ધાર્થ દેગામી દ્વારા ટુચકા અને ચમત્કાર વિષયક પ્રયોગો પણ બતાવામાં આવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે માનવ જીવનની હર ક્ષણે હર પળે સ્ત્રીઓ તથા વિજ્ઞાનની જરૂર છે.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

    વિજ્ઞાન વગર માનવ વિકાસ થઇ શકે તેમ જ નથી આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તથા ૯૩.૧ ટોપ એફ એમ રેડીયો સાથે સયુંકત થઈ મહિલાઓના સ્વાસ્થ્ય અંગે લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડૉ.સુજાત વલી દ્વારા ગામડાની અંતરિયાળ વિસ્તારોમાં રહેતી મહિલાઓ અંગે તેમના સ્વાસ્થ્ય માટે પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Godhra news, Panchmahal News, Womens day

    આગામી સમાચાર