Home /News /madhya-gujarat /Panchmahal: ગોધરાનાં સીમલા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરાયો

Panchmahal: ગોધરાનાં સીમલા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરાયો

સીમલા,

સીમલા, ગોધરા, પંચમહાલ

ગોધરા (Godhra) ખાતે આવેલા સીમલા (Simla) વિસ્તાર માં વહેલી સવારથી જ તંત્ર દ્વારા અમદાવાદ થી ગોધરા તરફ આવતા રસ્તા ઉપર બન્ને તરફ કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો (illigal grabbing) દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    Shivam Purohit, Panchmahal: આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા (Godhra) ખાતે આવેલા સીમલા (Simla) વિસ્તાર માં વહેલી સવારથી જ તંત્ર દ્વારા અમદાવાદ થી ગોધરા તરફ આવતા રસ્તા ઉપર બન્ને તરફ કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો (illigal grabbing) દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોધરા નાં સીમલા વિસ્તાર થી શરૂ કરીને આવનારા દિવસોમાં ગોધરા નાં તમામ વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ સીમલા વિસ્તાર માં બંને તરફ નાં દબાણો દૂર કરી તારની વાડ કાંતો દિવાલો બનાવી ફરી આવું ક્રૃત્ય ન થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે.

    ગોધરા અમદાવાદ હાઇવે માર્ગ પર દબાણ હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગોધરા ખાતે મહેસુલ મંત્રી આવ્યા હતા ત્યારે તે સિમલા વિસ્તાર ની કબાડી જોઈ તેને દૂર કરવા પ્રસાસન ને જવાબદારી સોંપવામાં આવી હતી તેથી તંત્ર ઘ્વારા ગોધરા અમદાવાદ હાઈવે પાર આવેલ સિમલા વિસ્તારમાં થી દબાણ હટાવાની કામગીર શરૂ કરવામાં આવેલ હતી જેમાં જે લોકોએ રસ્તાના ભાગને દબાણ કરી પોતાની વસ્તુઓ મુકેલ હતી તે તંત્ર ઘ્વારા દૂર કરવામાં આવી હતી . સિમલા વિસ્તાર માં રોડની આસપાસ અસંખ્ય ભંગાર વાહનોનો ઢગલો જોવા મળતો હતો. તે ભંગારના ઢગલા રૂપ દબાણ ને દૂર કરવામાં આવ્યુ હતું. દબાણ દૂર કરતી વખતે સ્થાનિકો તથા તંત્ર વચ્ચેની ઉગ્ર બોલાચાલી અને વિરોધના દૃશ્યઓ સર્જાય હતા.

    આ પણ વાંચો: Gujarat Budget: નાણા મંત્રી કનુભાઈ દેસાઈના બજેટમાં ખેડૂતોને શું મળ્યું?
    " isDesktop="true" id="1185159" >

    દબાણ દૂર કરવાની કામ ગીરીમાં આર.& બી. વિભાગના અધિકારી પણ તથા ગોધરા શહેરના એ. ડિવિઝન, બી ડિવિઝન,તાલુકા પોલીસ સ્ટેશન , એસ. ઓ. જી તથા dysp પોલીસ નો કાફલા સહિત પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા તંત્ર ઘટના સ્થળે હાજર હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन