ગોધરા,પંચમહાલ: ગોધરામાં પરમદિવસે લગ્નનાં વરઘોડામાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. માસ્કને લઈને દંડ વસુલ કરતી પોલીસ(police) ની ગેરહાજરી સામે લગ્નના ઉત્સાહમાં કોરોના ભૂલાયો હોય તેમ વરધોડામાં કોરોના(corona) ગાઈડ લાઇનનો છડેચોક ભંગ કરીને લોકો નાચ્યા હતા. તે ઘટનામાં કોવિડ 19(COVID 19) ની મહામારી ના સમયમાં સંક્રમણ અટકે તથા કોવિડ 19 ની ગાઇડલાઇન(guidelines) નું ચુસ્તપણે પાલન થાય તે માટે ગતરોજ વરરાજા તેમજ ડિજે સંચાલક સહિત ૨૪ ઇસમો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ ગોધરા રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ એસ ભરાડા તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ દ્વારા હાલનાં કોવિડ ૧૯ મહામારી ના સમયમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તેમજ કોરોના ની ગાઇડ લાઇન નું ચુસ્તપણે પાલન થાય તે માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી છે તે અનુસાર ગોધરા ડિવિઝન નાં નાયબ પોલીસ અધિક્ષક સી સી ખટાણાનાં માર્ગદર્શન હેઠળ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટ દ્વારા ગોધરાના કાછીયાવાડ વિસ્તારમાં પરમદિવસે રાત્રે ડીજે સાથે લગ્નનો વરધોડો નિકળ્યો હતો.
જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા હતા. જે અંતર્ગત ગોધરા ટાઉન નાં કાછિયાવાડ માં યોજાયેલા લગ્ન પ્રસંગ માં સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક બાબતે કોવિડ ૧૯ ની ગાઇડ લાઇનનો ભંગ થવા બદલ વરરાજા તેમજ ડિજે સંચાલક સહિત કુલ ૨૪ માણસો સામે જાહેરનામા ભંગ તેમજ એપિડેમીક એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ પંચમહાલમાં ગતરોજના ૧૧૦ કોવિડ પોઝિટિવ કેસો નોંધાયા છે છતાં લોકો બેદરકારી રાખી રહ્યા છે. આ જ રીતે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ ને અવગણવામાં આવશે તો આવનારા સમયમાં કોરોના બેકાબુ થાય તો તેનાં માટે જવાબદાર કોણ? લગ્નનાં ઘરમાં વરરાજાએ લગ્ન કર્યાને બીજા દિવસે ગુનેગાર બન્યાની ઘટના ગોધરા માં બહુચર્ચિત થવા પામી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર