પંચમહાલ : હૉસ્પિટલની સ્વીપરે નવજાત બાળક 15,000 રૂપિયામાં પુત્ર વાંચ્છુક દંપતીને વેચ્યું, ધૃણાસ્પદ બનાવ


Updated: September 18, 2020, 9:05 AM IST
પંચમહાલ : હૉસ્પિટલની સ્વીપરે નવજાત બાળક 15,000 રૂપિયામાં પુત્ર વાંચ્છુક દંપતીને વેચ્યું, ધૃણાસ્પદ બનાવ
કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનામાં પોલીસ ફરિયાદ થતા મામલો સામે આવ્યો

પંચમહાલના કાલોલમાં હ્યુમન ટ્રાફિકિંગનો પ્રથમ કિસ્સો, પુત્ર વાંચ્છુક દંપતીને મહિલા સ્વીપરે ઘરમાં ગેરકાયદેસર સુવાવડ કરી જન્મ અપાવેલા બાળકનો સોદો કરાવ્યો

  • Share this:
રાજેશ જોષી, પંચમહાલ : સમાજમાં આજે પણ કેટલીક માતાઓ પોતાના કુકર્મ છુપાવવા પોતાના નવજાતને ત્યજી દેતી હોવાની ઘટનાઓ બને છે તો ક્યાંક પોતાના ખોળાને ખૂંદનાર શેર માટીની ખોટ પુરવા પથ્થર એટલા દેવ માની કેટલાય દંપતીઓ પૂજતા હોય છે.કેટલાક દંપતીઓ પેઢીના વારસદાર માટે સરકારની જોગવાઈ મુજબ બાળકનું એબોર્શન કરતાં હોય છે.પરંતુ અહીં ઘટનાક્રમમાં જે બન્યું ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે કાયદાની ઉપરવટ જઈ  થયું છે.પંચમહાલના કાલોલ (Kalol panchmahal) પંથકમાં પણ  જ્યાં માવતર લજવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાલોલની એક ખાનગી હોસ્પિટલમાં સફાઈકામ કરતી મહિલાએ એક યુવતીની પોતાના ઘરે ગેરકાયદેસર સુવાવડ કરાવી હતી.દરમિયાન અવતરેલા  નવજાત શિશુનું  પુત્ર વાચ્છું દંપતીને 15 હજાર (Human trafficking of child) ખર્ચ પેટે લઇ આપી દીધું હતું.

આ સમગ્ર બાબત જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને મળેલી નનામી અરજીની તપાસ બાદ પ્રકાશ માં આવી છે.જેની પોલીસ ફરીયાદ  આધારે કાલોલ પોલીસે બાળક લેનાર દંપતી અને પોતાના ઘરે સુવાવડ કરાવનારી સ્વીપરની ધરપકડ કરી લીધી છે.પંચમહાલ જિલ્લામાં હ્યુમન ટ્રાફિકિંગનો પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બાળક ને ખરીદનાર દંપતીને સંતાન માં ત્રણ બાળકી ઓ હોય પુત્ર મેળવવા ની ઘેલછા માં નવજાત શિશુની ગેરકાયદેસર ખરીદી કરી હતી.

આ પણ વાંચો :  પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ભારે ઘટાડો! જાણો આપના શહેરમાં કેટલું થયું સસ્તું

મહત્વની વાત તો એ છે કે મંજુલાબેન ખાનગી હોસ્પિટલમાં સ્વીપરની ફરજ દરમિયાન સુવાવડ કરવાની શીખી લીધા બાદ પોતાની આવડતની  આ પ્રકારે ગેરકાયદેસર પોતાના ઘરે સુવાવડ કરવાની હિંમત ખુલી ગઈ અને નવજાતને વેચવા સુધી પહોંચી ગયા !જોકે પોલીસ બાળકને જન્મ આપી ત્યજી દેનારી માતા સુધી પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું હતું.જોકે મંજુલાબેનની ભૂમિકા બંને પોતે નાણાં કમાવવા સાથે પક્ષે સ્ત્રીઓને મદદરૂપ થવાની હોય શકે પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ સમાજ માટે ખતરારૂપ સાબિત થઈ શકે જેમાં પણ બે મત નથી !

કાલોલ પંથકના દંપતીએ કુદરતે પેઢીના વારસાદર માટે પુત્ર નહિં આપતાં યેનકેન પ્રકારે પોતાને પુત્ર હોવાની આશાઓ પૂર્ણ કરી હતી.પરંતુ બીજી તરફ પુત્ર મેળવનારના ગામના કે અન્ય ત્રાહિત વ્યક્તિએ જીલ્લા બાળક સુરક્ષા અધિકારીની કચેરીમાં નનામી અરજી કરી દંપતી નવજાત છોકરો લાવ્યા અંગે જાણ કરી દીધી હતી. જે આધારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ ગામમાં જઈ દંપતીનો સંપર્ક કરી તમામ હકીકત મેળવી હતી.આ પણ વાંચો : સુરત : 'મારા પર દેવું વધી ગયું છે, વ્યાજવાળા દબાણ કરે છે', અંતિમ ચિઠ્ઠી લખી ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર

બીજી તરફ જોગવાઈ મુજબ બાળકનો કબ્જો મેળવી શિશુ કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું છે. હાલ બાળકની તબિયત સ્વસ્થ છે.જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ બાળક આપનાર સ્વીપર મંજુલાબેન અને બાળક લેનાર દંપતી સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે એક્શનમાં આવી દંપતી અને મંજુલાબેનની અટકાયત કરી મંજુલાબેન પાસે સુવાવડ કરાવી બાળક મુકી જનાર મહિલા સુધી પોલીસ પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છેકે સરકાર દ્વારા સમાજમાં દીકરીઓની ઓછી થતી ચિંતા જનક સંખ્યાનો ઘટાડો અને ભ્રુણ હત્યા  અટકાવવા ગર્ભ પરીક્ષણ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એવી જ રીતે સમાજમાં દીકરો દીકરી એક સમાન સૂત્ર સાથે  વારસદાર માટે પુત્રની ઝંખનામાં દર દર ભટકતા દંપતીઓ માટે કેટલાય પરિવારો જીવંત ઉદારહણ બન્યા છે તેમ છતાં હજી પણ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને હ્યુમન ટ્રાફીકીંગની ઘટનાઓ સામે આવવી એ ખતરારૂપ બાબત કહીં શકાય !!
Published by: Jay Mishra
First published: September 18, 2020, 8:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading