Home /News /madhya-gujarat /

coronavirus: ભાજપના વધુ એક ઘારાસભ્ય આવ્યા કોરોના વાયરસની ચપેટમાં, સોશિયલ મીડિયા પર આપી માહિતી

coronavirus: ભાજપના વધુ એક ઘારાસભ્ય આવ્યા કોરોના વાયરસની ચપેટમાં, સોશિયલ મીડિયા પર આપી માહિતી

ગોધરા નાં ધારાસભ્ય કોરોના પોઝિટિવ.

બીજી બાજુ ચિંતાનો વિષય એ છે કે ગત દિવસોમાં ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા અનેક કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવી હતી 

    ગોધરા, પંચમહાલ: ગોધરા વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય સી કે રાઉલજી કોરોના પોઝિટિવ આવતાં તેમણે સોશ્યલ મીડિયાનાં માધ્યમ થી પોતે કોરોના પોઝિટિવ હોવાની પ્રજાને જાણ કરી હતી. ગતરોજ ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા હતાં. સામાન્ય લક્ષણો દેખાતા સી. કે. રાઉલજીએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના ટેસ્ટ કરાવ્યાં બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રીપોર્ટ પોઝીટીવ આવતા ધારાસભ્ય હોમ ક્વોરન્ટાઇન થયા હતાં અને હાલ તેઓની તબિયત સારી છે.

    તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ લોકો ને સ્વૈચ્છા એ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવામાં આવે તેવી વિનંતી કરૂ છું. તેઓએ સોશિયલ મીડિયા મારફતે પોતે કોરોના પોઝિટિવ થયાં છે તેની માહિતી પુરી પાડી હતી. પરંતુ બીજી બાજુ ચિંતા નો વિષય એ છે કે ગત દિવસોમાં ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા અનેક કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવી હતી તેમજ તે કાર્યક્રમો માં અનેક લોકો , તેમજ જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ ની પણ હાજરી રહી હતી.

    આ પણ વાંચો: ચેતજો! વલસાડમાં બાળકોને સાથે રાખીને ભિક્ષુક મહિલાઓની ગેંગ આ રીતે કરે છે ચોરી

    જેમાં ધારાસભ્યનાં કોરોના પોઝિટિવ આવ્યા નાં ૨-૩ દિવસ માં તેમનાં સોશ્યલ મીડિયા ઉપર ૨ દિવસ પહેલા ગોધરા-દાહોદ હાઈવે રોડ ઉપર નવીન નિર્માણ થયેલ બ્રિજ ની વચ્ચેના ડીવાઇડરમાં પ્રકૃતિની જાળવણીના ઉમદા અભિગમ સાથે વૃક્ષારોપણ કર્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ અનેક લોકો જોડાયા હતા.

    તેમજ તે જ દિવસે ગોધરા ખાતે જિલ્લા સરકારી પુસ્તકાલય ના બીજા માળના બાંધકામની મુહૂર્ત પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સી કે રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમાં જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ તેમજ પોલીકેબ સાથે સંકળાયેલા મહેમાનો પણ હાજર રહ્યા હતા જેની પુષ્ટિ ધારાસભ્ય નું ફેસબુક પેજ કરે છે.

    આ પણ વાંચો: સાવધાન! કોરોના વિસ્ફોટ વચ્ચે જાહેરમાં માસ્ક પહેરવું કેમ છે જરૂરી? જાણો નિષ્ણાતોનો મત

    હવે ચિંતા નો વિષય એ છે કે જાહેર કાર્યક્રમોમાં ધારાસભ્ય કેટલાં લોકો ને મળ્યા તેમજ તેમાંથી તમામે કોરોના ટેસ્ટ કરાવ્યો કે નહીં? જો ન કરાવ્યો હોય તો જિલ્લામાં કોરોના ના કેસ ખબર ન પડતાં વધે તેની શક્યતા કેટલી? તેવી ચર્ચા ઓ પ્રજાનાં મૂખે શરૂ થઈ ચૂકી છે...
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: કોરોના, ધારાસભ્ય, પંચમહાલ, ભાજપ

    આગામી સમાચાર