Home /News /madhya-gujarat /

"ગુજરાત કી ધરતી મેં કુછ તો હૈ"ના સ્વર સાથે રાષ્ટ્રપતિની હાજરીમાં પંચમહાલના રત્નોનું સન્માન

"ગુજરાત કી ધરતી મેં કુછ તો હૈ"ના સ્વર સાથે રાષ્ટ્રપતિની હાજરીમાં પંચમહાલના રત્નોનું સન્માન

ગંગાનદીના કિનારે મહાઆરતી, રીષિકેશ

ભરત બારીઆ અને અક્ષય પટેલ દ્વારા ગંગા તટના ઘાટ ઉપર ભગવાન શિવના નૃત્ય સાથે કરવામાં આવેલ મહાઆરતીની શ્રેષ્ઠ નૃત્યકલાના અદ્દભુત દ્રશ્યો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા

  ઋષિકેશ પરમાર્થ નિકેતન આશ્રમના ગંગાનદીના કિનારે મહાઆરતીમાં મંત્રમુગ્ધ કરી દે તેવી શ્રેષ્ઠ નૃત્યકલા બદલ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના સાંનિધ્યમાં "ગુજરાત કી ધરતી મેં કુછ તો હૈ"ના આશિર્વચન સાથે આતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ નૃત્યકાર જોડી ભરત બારીઆ અને અક્ષય પટેલનું ભાવભર્યુ સન્માન કરવામાં આવ્યું હતું.

  ઉત્તરાખંડમાં ઋષિકેશમાં પવિત્ર લોકમાતા ગંગા નદીના ઘાટ ઉપર આવેલ પરમાર્થ નિકેતન આશ્રમના આધ્યાત્મિક સ્થળની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને અનેક મહાનુભાવો શ્રેષ્ઠ સંતોને મંત્રોમુગ્ધ કરી દેનારા શ્રેષ્ઠ આંતર રાષ્ટ્રીય નૃત્ય કલાકારો ભરત બારીઆ અને અક્ષય પટેલની ગંગા તટના ઓવારે ગંગા આરતી ઉતારવાના આ અલૌકિક અને મંત્રમુગ્ધ કરી દેતી આ મહા આરતી જોઈને પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતીએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ભારતીય કલા જગત અને સંસ્કૃતિને કલાનૃત્યોના માધ્યમથી સદાય જીવંત રાખનારા શ્રેષ્ઠ નૃત્ય કલાકાર ભરત બારીઆ અને અક્ષય પટેલનું "ગુજરાત કી ધરતી મેં કુછ તો હૈ, વહાં સે નીકલે કલાકારોને પુરે વિશ્વમે ધૂમ મચાઈ હૈ" ના ઉચ્ચારણો સાથે સન્માન કર્યુ હતું.!!

  આ પણ વાંચો: અમદાવાદ : યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો NRI પંકજ પટેલ, પછી શું થયું

  આ પ્રસંગે ઉત્તરાખંડના રાજયપાલ ગુરમીતસિંહ, મુખ્યમંત્રી પુષ્કર ધામી તથા અન્ય શ્રેષ્ઠ સંતો-મહંતો પણ ઉપસ્થિત રહયા હતા. અને ભરત બારીઆ અને અક્ષય પટેલ દ્વારા ગંગા તટના ઘાટ ઉપર ભગવાન શિવના નૃત્ય સાથે કરવામાં આવેલ આ મહાઆરતીની શ્રેષ્ઠ નૃત્યકલાના અદ્દભુત દ્રશ્યો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ તો બની જ ગયા હતા. પરંતુ હાલોલની ભૂમિ ઉપરના આ કર્મવીરો ભરત બારીઆ અને અક્ષય પટેલની શ્રેષ્ઠ નૃત્ય બેલડીને ઉત્તરાખંડના પવિત્ર એવા ઋષિકેશના ગંગા ઘાટ ઉપર ગુજરાતને ગૌરવ અપાવનારા આ શ્રેષ્ઠ નૃત્ય કલાકારોનું ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પણ પર્યાવરણના સંદેશમાં વૃક્ષ અર્પણ કરીને સન્માન કર્યુ હતું.

  આ પણ વાંચો: અમદાવાદ : યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો NRI પંકજ પટેલ, પછી શું થયું

  ભારતીય લોક સંસ્કૃતિની પવિત્રતાને લોક નૃત્યો દ્વારા ઉજાગર કરનારા હાલોલની ભૂમિના સાચા અર્થના આ પનોતા પુત્રો ભરત બારીઆ અને અક્ષય પટેલની જોડીએ વિશ્વના ૧૭થી વધારે દેશો અને સમગ્ર યુરોપમાં પોતાની અદ્દભુત શ્રેષ્ઠ નૃત્યકલાના માધ્યમથી ગુજરાતના ક્લાક્ષેત્ર અને ભારતીય સંસ્કૃતિને શ્રેષ્ઠોત્તમ ગૌરવ અપાવ્યું છે.અને હજુ પણ અપાવશે એવો વિશ્વાસ છે...
  First published:

  Tags: Panchmahal, Ramnath kovind, પંચમહાલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन