આસારામે ઈન્કમટેક્સની નોટિસને હાઈકોર્ટમાં પડકારી

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 9:02 PM IST
આસારામે ઈન્કમટેક્સની નોટિસને હાઈકોર્ટમાં પડકારી
આસારામ દ્વારા ઈન્કમટેક્સની નોટિસને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.અરજીમાં અરજદારની રજૂઆત છે કે ઈન્કમટેક્સ દ્વારા તેને ફટકારવામાં આવેલી નોટિસ અયોગ્ય છે.થોડા સમય પહેલાં ઈન્કમટેક્સ વિભાગે આસારામ પાસે રહેલી સંપત્તિના મુદ્દા પર સ્પેશ્યિલ ઓડિટ માટે નોટિસ ફટકારેલી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 9:02 PM IST
આસારામ દ્વારા ઈન્કમટેક્સની નોટિસને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.અરજીમાં અરજદારની રજૂઆત છે કે ઈન્કમટેક્સ દ્વારા તેને ફટકારવામાં આવેલી નોટિસ અયોગ્ય છે.થોડા સમય પહેલાં ઈન્કમટેક્સ વિભાગે આસારામ પાસે રહેલી સંપત્તિના મુદ્દા પર સ્પેશ્યિલ ઓડિટ માટે નોટિસ ફટકારેલી છે.

ઈન્કમ ટેક્સ વિભાગનો આરોપ છે કે, આસારામ પાસે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ છે.આસારામે શેલ કંપનીના નામે બેનામી સંપતિ રાખી છે. જે અંગે સ્પેશ્યિલ ઓડિટ કરાવવુ જરૂરી છે.આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

ફાઇલ તસવીર
First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर