Home /News /madhya-gujarat /Panchmahal: ડ્રોન કેમેરાની મદદથી પોલીસે નદીના પટમાંથી દેશીની ૩ ભઠ્ઠીઓ સાથે ૩ આરોપીઓની કરી ઘરપકડ

Panchmahal: ડ્રોન કેમેરાની મદદથી પોલીસે નદીના પટમાંથી દેશીની ૩ ભઠ્ઠીઓ સાથે ૩ આરોપીઓની કરી ઘરપકડ

પંચમહાલ

પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ નું ડ્રોન ઓપરેશન

બામરોલી ખુર્દ ભેખડીયા ગામે આવેલ મેસરી નદીના તટમાં જઈ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ડ્રોન કેમેરા દ્વારા વિડીયો ગ્રાફી કરી ચેક કરતા નદીના ?

    શિવમ પુરોહિત, પંચમહાલ: ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂ ગાળવાની કુલ ૩ ચાલુ ભઠ્ઠીઓ સાથે પોલિસે ૩ આરોપીઓને પકડી પાડયા છે.૩ ઈસમોને બામરોલી ખુર્દ ભેખડીયા ગામે આવેલ મેસરી નદીના તટમાંથી પંચમહાલ જીલ્લા એલ.સી.બી. પોલીસે ઝડપ્યા હતા. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક એમ.એસ. ભરાડા તથા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા અત્રેના જીલ્લામાં ડ્રોન કેમેરાની મદદથી દારૂની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ છે.

    આ સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. જાડેજા એલ.સી.બી. ગોધરા, ને ખાનગી બાતમીદારથી બાતમીમળી હતી કે, ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ભેખડીયા ગામે આવેલ મેસરી નદીના તટમાં આવેલી ઝાડી ઝાંખરામાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચાલી રહી છે. જેથી મળેલી બાતમી નાં આધારે આઇ.એ.સિસોદીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા તથા

    એલ.સી.બી. સ્ટાફના માણસોએ બામરોલી ખુર્દ ભેખડીયા ગામે આવેલ મેસરી નદીના તટમાં જઈ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ડ્રોન કેમેરા દ્વારા વિડીયો ગ્રાફી કરી ચેક કરતા નદીના તટમાં ધુમાડો નિકળતો જણાઈ આવતા, ડ્રોન કેમેરા દ્વારા જોતા દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીઓ તથા ઈસમો જણાઈ આવ્યા હતા, તેથી તે જગ્યાએ પોલીસના માણસોએ કોર્ડન કરી દેશી દારૂ ગાળતા કુલ-૩ ઈસમોને દેશી દારૂ તથા વોસ તેમજ દેશી દારૂ ગાળવાના સાધનો સાથે સ્થળ ઉપર જ પકડી પાડયા હતાં.

    આ પણ વાંચો: દાહોદઃ કમકમાટી ભર્યો Accident, ટ્રકે બાઈક સહિત વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી, બેના મોત

    પકડાયેલા ઇસમો નાં નામ:
    (૧) હેમાભાઇ જેસીન્ગભાઇ પટેલ રહે.બામરોલી પેટે ભેખડીયા ફળીયુ, તા.ગોધરા.

    (૨) ગોપાલભાઇ ગુલાબભાઇ પટેલ રહે.બામરોલી પેટે ભેખડીયા ફળીયું, તા.ગોધરા.

    (૩) ભુપતભાઇ ભાવસીંગભાઇ પટેલ રહે.બામરોલી પેટે ભેખડીયા ફળીયુ, તા.ગોધરા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन
    विज्ञापन