પંચમહાલમાં ભારે વરસાદ, પાવાગઢ ડુંગર પરથી વહેતા પાણીમાં લોકોએ સેલ્ફીઓ લીધી

News18 Gujarati
Updated: August 27, 2019, 12:43 PM IST
પંચમહાલમાં ભારે વરસાદ, પાવાગઢ ડુંગર પરથી વહેતા પાણીમાં લોકોએ સેલ્ફીઓ લીધી
પાવાગઢ ડુંગરના પગથિયાં પર વહેતા પાણીની તસવીર

પાણીના ધસમસતા પ્રવાહે લોકોને આકર્ષાય હતા. કાળી માતાના દર્શન કરવા માટે આવેલા દર્શનાર્થીઓએ આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા.

  • Share this:
રાજેશ જોશી, પંચમહાલઃ ગુજરાતમાં વરસાદે ફરી રાઉન્ડ ચાલું કર્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે યાત્રાધામ પાવાગઢના પગથિયાં ઉપર વરસાદી પાણી વહી રહ્યું છે. દર્શનાર્થીઓએ આ દ્રશ્યોને કેમેરામાં કેદા કર્યા છે. લોકોએ પરથિયા ઉપરથી વહેતા પાણી સાથે સેલ્ફીઓ લઇને મજા માણી રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મરસાદી મહાલો વચ્ચે પંચમહાલમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે સવારથી જ મેઘરાજા વરસવાનું શરું કર્યું છે. ત્યારે પાવાગઢમાં ભારે ઝાપટા સાથે વરસાદ પડવાનું શરૂ થયો હતો. જેનાથી પાવાગઢ પર્વત ઉપરથી પગથિયાના રસ્તે પાણી વહી રહ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહે લોકોને આકર્ષાય હતા. કાળી માતાના દર્શન કરવા માટે આવેલા દર્શનાર્થીઓએ આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા. તો કેટલાક દર્શનાર્થીઓએ પગથિયા ઉપરથી વહેતા પાણી સાથે સેલ્ફીની મજા માણી હતી.

આ પણ વાંચોઃ-રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ઉલ્લેકનીય છે કે, બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સર્જાયું છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આની સાથે સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે ગઇકાલથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જે એટલે 27મી તારીખે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તાર અને દાદરા નાગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર, દક્ષિણ અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.

આ પણ વાંચોઃ-છેલ્લા 24 કલાકમાં વડોદરા, ડભોઇ અને ડેસરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં પણ તમામ જિલ્લાઓ તથા કચ્છમાં પણ વરસાદ વરસવાની આગાહી છે. આવતી કાલે બુધવારે સૌરાષ્ટ્ર અને દિવનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલી સહિત દમણની સાથે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
First published: August 27, 2019, 12:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading