હડફ ડેમમાં પાણીની આવક થતા 3 દરવાજા ખોલ્યા, ઓરસંગ નદી બે કાંઠે

News18 Gujarati
Updated: July 6, 2019, 11:34 AM IST
હડફ ડેમમાં પાણીની આવક થતા 3 દરવાજા ખોલ્યા, ઓરસંગ નદી બે કાંઠે
પંચમહાલ હડફથી માતરિયા વેજમા જતાં રોડ ઉપર આવેલા પુલ ઉપર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

પંચમહાલ હડફથી માતરિયા વેજમા જતાં રોડ ઉપર આવેલા પુલ ઉપર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

  • Share this:
રાજેશ જોશી, પંચમહાલ : દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેરબાન છે. મોરવાનાં હડફ ડેમમાં 19000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઇ છે. જેના કારણે ડેમનાં 2,3 અને 4 નંબરનાં ગેટ ખોલવામાં આવ્યાં છે. 2નંબરનો ગેટ 3ફૂટ અને 3 અને 4નમ્બરના ગેટ 4 ફૂટ ખોલાયા છે. 13000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.

ઓરસંગ નદી બે કાંઠે 

પંચમહાલ હડફથી માતરિયા વેજમા જતાં રોડ ઉપર આવેલા પુલ ઉપર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. 13000 કયુએક પાણી છોડતા નદી બે કાંઠે વહી રહી છે.  આ ઉપરાંત છોટાઉદેપુરમાં વરસાદથી ઓરસંગ નદી વધુ એક વખત બે કાંઠે થઈ છે. પાણીનો વેગ વધી જતા ઓરસંગ વધુ પ્રચંડ થઈને વહી રહી છે. જોજવા પાસે ઓરસંગ પરનો આડબંધ વધુ એક વખત ઓવરફ્લો થયો છે. 217 ફૂટની સપાટીએ જોજવા આડબંધ પહોંચી ગયો છે.  છોટાઉદેપુરમાં અત્યાર સુધી 224 મીમી વરસાદ પડી ગયો છે. છતાં પણ નગરપાલિકા હજુ એક દિવસના આંતરે પાણી આપે છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 129 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જામી છે. આજે સવારે 6 કલાકે નોંધાયેલા વરસાદ પ્રમાણે નવસારીના ખેરગ્રામમાં પોણા બે ઇંચ, દાહોદાના ગરબાડામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડમાં એક ઇંચ, ધરમપુરમાં પોણો ઇંચ, દાહોદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
First published: July 6, 2019, 11:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading