દરમિયાન GBS નાં દર્દીઓ ની મુલાકાત માં બાળક સાથે ની મુલાકાત માં આરોગ્ય મંત્રી નિમિષા બેન સુથાર નું અનોખું રૂપ પ્રજા સમક્ષ જોવા મળ્યું હતું. જેમાં નાના બાળકો સાથે વાત કરતી વખતે નિખાલસ સ્વભાવ ની ઝાંખી જોવા મળી હતી તેમજ એક મંત્રી તરીકે પ્રજાલક્ષી જવાબદારી પણ નજરે પડી હતી.
Shivam Purohit, Panchmahal: આરોગ્ય મંત્રી (health minister) નિમિષાબેન સુથારે (nimisha Ben suthar) ગોધરાનાં જીબીએસ (GBS) અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે આજે ગોધરા ખાતે જીબીએસ (ગુલિયન બેરી સિન્ડ્રોમ)થી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. એ દરમિયાન GBS નાં દર્દીઓ ની મુલાકાત માં બાળક સાથે ની મુલાકાત માં આરોગ્ય મંત્રી નિમિષા બેન સુથાર નું અનોખું રૂપ પ્રજા સમક્ષ જોવા મળ્યું હતું. જેમાં નાના બાળકો સાથે વાત કરતી વખતે નિખાલસ સ્વભાવ ની ઝાંખી જોવા મળી હતી તેમજ એક મંત્રી તરીકે પ્રજાલક્ષી જવાબદારી પણ નજરે પડી હતી.
ગોધરાનાં પંચવટી સોસાયટી અને ભૂરાવાવ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રી એ જીબીએસથી સંક્રમિત થનારા બે બાળકોની તેમના ઘરે મુલાકાત લઈ તેમની રિકવરી, લક્ષણો, સારવાર સહિતની બાબતો અંગે સંવેદનાસભર પૂછપરછ કરીને ઝડપી સંપૂર્ણ રીકવરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્થાનિક લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાથ પગમાં નબળાઈ સાથેનાં જીબીએસનાં લક્ષણો જો દેખાય તો વિના વિલંબે સ્થાનિક આગેવાનોની મદદથી આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો તેમજ તબીબી સલાહ-સારવાર લેવી જોઈએ.
આ રોગથી ગભરાવવાની કોઈ જરૂર નથી પરંતુ ઓછી ઈમ્યુનિટી ધરાવતા લોકોને અને બાળકોને આ રોગ વધુ અસર કરતો હોવાથી કાળજી રાખવી અતિ આવશ્યક છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, ક્લોરીનેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી તેમજ ગોધરાનાં ધારાસભ્ય સી.કે.રાઉલજી હાજર રહ્યા હતા.