મનપાના દરેક ઉમેદવાર માટે 6 લાખની ખર્ચ મર્યાદા કરાઇ નક્કી, ચા માટે 12-સાદી થાળી માટે 70 રૂપિયા નક્કી

મનપાના દરેક ઉમેદવાર માટે 6 લાખની ખર્ચ મર્યાદા કરાઇ નક્કી, ચા માટે 12-સાદી થાળી માટે 70 રૂપિયા નક્કી
પ્રતીકાત્મક તસવીર

  • Share this:
સ્થાનિક ચૂંટણીની ( Election) તૈયારીઓ ચાલી રહી છે. મહાનગરપાલિકાના નામ ઉમેદવાર ફાઇનલ થઈ ગયા છે. મહાનગરપાલિકાના (MahanagarPalika) ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં લાગી પડ્યા છે. જોકે મતદારોને રીઝવવા માટે ઉમેદવાર ખર્ચ કરતા હોય છે.પરંતુ ચૂંટણી પ્રચારને લઈ કેટલોક ખર્ચ નક્કી કરી દેવામાં આવ્યો છે.જેમાં મહાનગરપાલિકા ના દરેક વોર્ડના ઉમેદવાર માટે 6 લાખની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે.ત્યારે ઉમેદવારઓ ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો છે તેંની વિગત પણ જિલ્લા ચૂંટણી અધિકારીને આપવી પડશે.જો કે તમામ ચીજ વસ્તુના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

કલેકટર સંદીપ સાગલે આ અંગે જણાવ્યું છે કે, સ્થાનિક રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉમેદરવારો નિયત મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે.મનપા માટે કૉંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો 'શપથ પત્ર' જાહેર, ફ્રી વાઈફાઈ ઝોન, કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયા શરૂ કરશે

ઉમેદરવારો નિભાવાના ખર્ચનું રજિસ્ટર તૈયાર કરવામાં આવશે. તેમનું ઉમેદવારના ખર્ચનું ક્રોસ ચેકીંગ પણ કરવા માં આવશે.ખર્ચના દર નક્કી કરવામાં આવ્યા છે દર પ્રમાણે નક્કી કરવામાં આવશે.

વેલેન્ટાઇન ડે પહેલા અમદાવાદમાં 'બિગેસ્ટ હાર્ટ' બન્યું લોકોનાં આકર્ષણનું કેન્દ્ર

ચા આખી 12 રૂ.

ચા અડધી 6 રૂ.

કોફી આખી 12 રૂ.

કોફી અડધી 6 રૂ.

એક ગ્લાસ દુધના 15 રૂ.

ગુજરાતી થાળી સાદી 70 રૂપિયા

પુરી, અથવા રોટી 2 શાક,દાળ, ભાત, પાપડ,સલાડ

ગુજરાતી થાળી મીઠાઈ ફરસાણ સાથે 100 થી 110

પુરી, અથવા રોટી, 2 શાક,દાળ, ભાત, પાપડ,સલાડ

પુરી અને શાક 40 રૂપિયા

નાસ્તો

બ્રેડ બટર 1 પ્લેટ 20 રૂ.

કોર્ન ફ્લેક્સ 1 બાઉલ 25 રૂપિયા

બિસ્કીટ પ્લેટ 20 રૂપિયા

મિનરલ વોટર 1 લીટર 20 રૂ.

બટાકા પૈવા 1 પ્લેટ 20 રૂ.

ઉપમા 1 પ્લેટ 20 રૂ.

ઉમેદવાર પોતાનો ખર્ચની વિગત આપશે ત્યારે જે ભાવ નક્કી કરેલા છે તેનાથી ઓછા બતાવી શકશે નહી. ઉમેદવાર મતદાર ને રીઝવવા માટે અવનવા પ્રયાસ કરતા હોય છે.અને લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે.પરંતુ ઉમેદવાર એ તો ખર્ચની વિગત આપવાની રહેશે.પરંતુ તંત્ર દ્વારા પણ ઉમેદવાર ખર્ચ કરી રહ્યા છે તેના પર નજર રાખવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:February 11, 2021, 14:56 pm

ટૉપ ન્યૂઝ