ભાજપની ટિકિટ મળતાં ઘરમાં થયો ભડકો, સાસુ-વહુ આવ્યાં આમને સામને

Margi | News18 Gujarati
Updated: November 24, 2017, 6:36 PM IST
ભાજપની ટિકિટ મળતાં ઘરમાં થયો ભડકો, સાસુ-વહુ આવ્યાં આમને સામને
પંચમહાલના ભાજપ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ભાજપને ધમકી આપતા કહ્યું હતું કે, જો તેમની પત્નીને કે પુત્રને ટિકિટ નહીં મળે તો તેઓ પાવર બતાવશે.

પંચમહાલના ભાજપ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ભાજપને ધમકી આપતા કહ્યું હતું કે, જો તેમની પત્નીને કે પુત્રને ટિકિટ નહીં મળે તો તેઓ પાવર બતાવશે.

  • Share this:
ભાજપના પંચમહાલના સાંસદ પ્રભાતસિંહની પુત્રવધુ સુમન ચૌહાણને ટિકિટ મળતા પ્રભાતસિંહની ત્રીજી પત્ની રંગેશ્વરી દેવી ગુસ્સે ભરાયા હતાં.

રંગેશ્વરી દેવી એટલા ગુસ્સે ભરાયા છે કે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રભાત સિંહને પડકાર આપ્યો છે કે, 'જો તેની માનું ધાવણ ધાવ્યું હોય તો કાલોલમાં પ્રચાર કરવા પગ મુકે'.

નોંધનીય છે કે પંચમહાલના ભાજપ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ભાજપને ધમકી આપતા કહ્યું હતું કે, જો તેમની પત્નીને કે પુત્રને ટિકિટ નહીં મળે તો તેઓ પાવર બતાવશે. હકિકતમાં ભાજપે જે સુમનને ટિકિટ આપી છે તે પ્રભાતસિંહના પુત્ર પ્રવિણની પત્ની છે. પ્રવિણ પંચમહાલમાં મોટો દારૂનો માફિયો છે. તેથી રંગેશ્વરી દેવીએ પ્રવિણને ટારગેટ બનાવીને ભાજપને અને પ્રભાતસિંહને પડકાર ફેંક્યો છે. જોકે આખા મામલે પ્રભાતસિંહ બગવાઇ ગયા છે કારણકે ભાજપને પાવર બતાવવા ગયેલા પ્રભાતને ઘર ભાંગે તેવો વારો આવ્યો છે.

ભાજપ પણ સમજતું હતું કે પ્રભાતસિંહ આડા ફાટે તો પંચમહાલમાં ભાજપનેતકલીફ પડે તેમ હતી એથી ભાજપે એક તીરે બે નિશાન તાક્યા છે. હવે ભાજપ તો ટિકિટ આપીને છટકી ગયું પણ ઘર સાચવવાની જવાબદારી પ્રભાતસિંહના શિરે આવી પડી છે.prabhat
First published: November 24, 2017, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading