Home /News /madhya-gujarat /

શિયાળાની ઋતુમાં ગુણોથી ભરપૂર આ લીલા શાકભાજી ખાઓ અને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખો, બીમારીઓ પણ થશે દૂર

શિયાળાની ઋતુમાં ગુણોથી ભરપૂર આ લીલા શાકભાજી ખાઓ અને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખો, બીમારીઓ પણ થશે દૂર

ક્યાં

ક્યાં શાકભાજી માં કેવાં ગુણો, ગોધરા, પંચમહાલ

હાલનાં જંકફૂડના જમાનામાં નાના બાળકો ને શાકભાજી પ્રત્યે અણગમો હોય છે ત્યારે બાળકોને ઉછળતી ઉંમર માં ન્યૂટ્રીશન ની ખૂબ જ આવશ્યકતા 

    શિવમ પુરોહિત, પંચમહાલ: શિયાળાની ઋતુ એટલે તાજાં શાકભાજી ખાઇને તાજામાજા રહેવાની ઋતુ. ત્યારે પંચમહાલ જિલ્લામાં થતા શાકભાજી જેવા કે તુવેર, દૂધી, પાલક,મેથી, તાન્દેલા, મૂળા ની ભાજી, ગાજર વગેરે જેવા શાકભાજી મબલક પ્રમાણમાં થતાં હોય છે. સાથે-સાથે બીજા અનેક શાકભાજી (vegetables) ગોધરા તેમજ પંચમહાલ નાં બજારોમાં ઉપલબ્ધ હોય છે. પરંતુ શિયાળાની ઋતુ માં મળતા આ બધા શાકભાજી માં પણ કયા શાકભાજી ખાવાથી શરીરને શું લાભ થાય છે અને દરેક માતાઓ ને સતાવતો સાંપ્રત સમય માં એક પ્રશ્ન કે નાના બાળકો ને શાકભાજી પ્રત્યે અણગમો છે તો આ જંકફૂડના જમાનામાં નાના બાળકો ને પણ પૂરતા પ્રમાણમાં ન્યૂટ્રિશન મળી રહે તે માટે ગોધરા નાં અંજલી ફિટનેસ સેન્ટર ખાતે ફિટનેસ અને ન્યૂટ્રિશન એક્સપર્ટ ડૉ. અંકિતા ઠાકર સાથે ચર્ચા કરવા માં આવી.

    તેમણે જણાવ્યું કે આ સિઝનમાં ઘણા બધા ગુણો થી ભરપુર શાકભાજી મળી રહે છે પણ તેમાં પણ પંચમહાલ જિલ્લામાં તુવેર, વટાણા જેવા શાક માં પ્રોટીન , આયર્ન ની માત્રા સારી હોય છે સાથે સાથે અલગ અલગ પ્રકારની ભાજી જેવી કે પાલક,મેથી, લૂણી, તાન્દેલા, મૂળા ની ભાજી માં પણ આયર્ન ભરપૂર માત્રામાં મળી રહે છે. અને તે સીવાય દૂધી, ટામેટા, ગાજર, રીંગણ સાથે આ બધા શાકભાજી નું રોટલા કે રોટલી સાથે કોમ્બિનેશન (combination) કરીને ખાવાથી પ્રોટીન, ફાયબર, આયર્ન ખૂબ જ સારી માત્રામાં શરીર ને મળી રહે છે.જે હાયપરટેન્શન, ડાયાબિટીસ નાં દર્દીઓ ને પણ ફાયદાકારક છે.

    આ પણ વાંચો: હેડક્લાર્ક Paper leak: પ્રાંતિજમાં 10 લોકો સામે FIR, 6 આરોપીઓની ધરપકડ, 4 ફરાર

    તેમજ તેની સાથે હાલનાં જંકફૂડના જમાનામાં નાના બાળકો ને શાકભાજી પ્રત્યે અણગમો હોય છે ત્યારે બાળકોને ઉછળતી ઉંમર માં ન્યૂટ્રીશન ની ખૂબ જ આવશ્યકતા હોય છે પરંતુ તે શાક રોટલી કે સીધેસીધા રૂપ માં તેને ખાવાનું પસંદ નથી કરતા તો આવા સમયે ન્યૂટ્રિશન એક્સપર્ટ ડૉ.અંકિતા દ્વારા જણાવવામાં આવ્યું કે નાના બાળકોને ભાજી, ગાજર તેમજ બીજા અન્ય શાકભાજી ને જે પણ કોમ્બિનેશન તેમને ભાવતું હોય તેને ક્રશ (crushed) કરીને તેનો રસ કાઢી તેને રોટલી કે થેપલા નાં લોટમાં મીશ્ર કરી ખવડાવી શકાય. આ ઉપરાંત ડિશ ને આકર્ષક બનાવી , વેજીટેબલ સેન્ડવિચ કે ફ્રેન્કી નાં રૂપ માં બાળકોને આપવામાં આવે તો તે પણ તેમને પસંદ આવશે. બીજી અનેક વાતો એક્સપર્ટ દ્વારા કરવામાં આવી છે તે જાણવા માટે જોઈએ વિડિયો....
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchamahal, પંચમહાલ

    આગામી સમાચાર