Home /News /madhya-gujarat /

ગોધરા: ગ્રામ પંચાયત સમરસ બને તો શું ફાયદો થાય છે જાણો, યુવાઓ ભરી રહ્યા છે સરપંચ બનવા ફોર્મ

ગોધરા: ગ્રામ પંચાયત સમરસ બને તો શું ફાયદો થાય છે જાણો, યુવાઓ ભરી રહ્યા છે સરપંચ બનવા ફોર્મ

ગ્રામ

ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૧, પંચમહાલ

ગ્રામ પંચાયત જો પહેલી વખત સમરસ બને તો તેને ૩ લાખ, બીજી વાર સમરસ થનાર પંચાયત ને ૫ લાખ અને ત્રીજી ...

    પંચમહાલ:  પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં ચુંટણીને લઈ ફોર્મ ભરી ઉમેદવારી ની પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે.હાલ પંચમહાલ જિલ્લાની ૩૭૨ ગ્રામ પંચાયત ની ચૂંટણી થશે જે પૈકી ગોધરા તાલુકાની ૭૧ ગ્રામ પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે જેમાં કૂલ ૨૧૫ મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે.ત્યારે ચૂંટણી ના માહોલ વચ્ચે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત સાથે આ વખતે ગામના સરપંચ અને સભ્યો બનવા માટે યુવાઓ પણ આગળ આવ્યા છે.

    પંચમહાલ જિલ્લામાં ચારેતરફ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ફેલાવા પામ્યો છે ત્યારે ગોધરા તાલુકામાં વાવડી બુઝર્ગ થી લઈ ને વાવડી ખૂર્દ સુધી ની તમામ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના રનસિંગા ફૂંકાઇ ચૂક્યા છે. ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં કોઇ પક્ષનું મહત્વ નથી હોતું ત્યારે રાજકીય અટકળો વચ્ચે રાજકીય વિશ્લેષકો અનુસાર શાસક પક્ષ ના કાર્યકર્તાઓ દ્વારા મહત્તમ ગ્રામપંચાયતો સમરસ પંચાયત બને તે તરફ ભાર મુકવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: વલસાડ: શાળાના શિક્ષકો જ વિદ્યાર્થીઓ પાસે કરાવે છે મજૂરી! વીડિયો વાયરલ

    ગોધરા નાં રાજકીય વિશ્લેષક કકુલ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું કે સમરસ થતી ગ્રામ પંચાયત માં વિકાસ ના કામો વધુ થતા હોય છે ત્યારે સમરસ થતી ગ્રામ પંચાયત જો પહેલી વખત સમરસ બને તો તેને ૩ લાખ, બીજી વાર સમરસ થનાર પંચાયત ને ૫ લાખ અને ત્રીજી વખત સમરસ થનાર ગ્રામ પંચાયત ને ૭ લાખ રૂપિયા ની નીયમાનુસાર વિકાસ ના કામો માટે પ્રોત્સાહન રૂપે વધુ ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ વાવડી ખૂર્દ ગ્રામ પંચાયત માં યુવા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal News, ગોધરા, પંચમહાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन