Home /News /madhya-gujarat /Russia-Ukraine War: યુક્રેનથી પરત આવ્યો ગોધરાનો યુવાન, કહ્યું- હજી મારા મિત્રો બંકરમાં ફસાયેલા

Russia-Ukraine War: યુક્રેનથી પરત આવ્યો ગોધરાનો યુવાન, કહ્યું- હજી મારા મિત્રો બંકરમાં ફસાયેલા

યુક્રેન

યુક્રેન થી પરત, ગોધરા, પંચમહાલ

હાલ યુક્રેન અને રશિયા (Russia) વચ્ચે યુદ્ધ (war) ની પરિસ્થિતિ ને લઈ ને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતાતુર બન્યા છે જેને લઈને ભારત સરકારે પોતાના નાગરિકોને યુક્રેન છોડી ભારત આવવા માટે સૂચનાઓ પણ આપી હતી જેથી ઘણા વિદ્યાર્થીઓ ભારત પરત આવી ગયા છે.

વધુ જુઓ ...
    શિવમ પુરોહિત, પંચમહાલ (Panchmahal): ગોધરાનો (Godhra) એક વિધાર્થી યુક્રેઇન માંથી હેમખેમ પરત ફરી પોતાની આપવીતી જણાવી હતી. ભારતભર માંથી હજારોની સંખ્યામાં દર વર્ષે યુક્રેન (Ukraine) માં વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે જાય છે અને હાલ યુક્રેન અને રશિયા (Russia) વચ્ચે યુદ્ધ (war) ની પરિસ્થિતિ ને લઈ ને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતાતુર બન્યા છે જેને લઈને ભારત સરકારે પોતાના નાગરિકોને યુક્રેન છોડી ભારત આવવા માટે સૂચનાઓ પણ આપી હતી જેથી ઘણા વિદ્યાર્થીઓ ભારત પરત આવી ગયા છે.

    પરંતુ હજુ કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે જોકે ગોધરા નો રાજવીર સોની સાત દિવસ પહેલા જ હેમખેમ ગોધરા આવી પહોંચ્યો હતો તે પોતે ટરનોપીલ માં એમ.બી.બી.એસ માં અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું મીડિયા માં યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ ની પરિસ્થિતિ જોઈ માતાપિતા એ તેને ગોધરા પરત બોલાવી લીધો હતો રાજવીર સોની એ કહ્યું કે ઇન્ડિયન એમ્બેસી એ સૂચના આપી હતી કે ભારતીય નાગરિક યુક્રેન છોડી ભારત પરત આવી જાય પરંતુ ત્યાં સ્થાનિક લોકોના મુખે યુદ્ધ ની ચર્ચાઓ ચાલતી હતી જોકે માતાપિતા ના કહેવા મુજબ હું અને અને બીજા વિદ્યાર્થીઓ પરત ઇન્ડિયા આવી ગયા.

    આ પણ વાંચો: Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સ્પેશિયલ ચાર્ટર ફ્લાઈટ બુક કરાવી વલસાડની અનેરી ઘરે પહોંચી
    " isDesktop="true" id="1183303" >

    અત્યારે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો હતો પરંતુ યુદ્ધ ની પરિસ્થિતિ વચ્ચે ઇન્ટરનેટ બંધ થઈ જાય તેવી પણ ચર્ચાઓ કરવામાં આવી રહી હતી જેથી મારા મેડિકલ કેરિયર ને લઈને પણ ટેંશન છે વધુમાં રાજવીર સોનીએ જણાવ્યું હતુકે હાલ યુક્રેઇન માં એરપોર્ટ બંધ અને ત્યાની પારીસ્થીતી ખુબજ તંગ હોવાને કરણે તેમના બે મિત્રો પણ યુક્રેઇનમાં ફસાયેલા છે અને તે લોકોને બંકરમાં રહેવું પડે છે તેલોકોને ત્યાં જમવાની પણ સગવડ નથી તેથી રાજવીરેએ સરકાર તેમજ ઇન્ડીયન એમ્બેસી ને વિનંતી કરેલ હતીકે ભારતના નાગરિકો જે ત્યાં ફસાય ગયા છે તેમને સુરક્ષિત રીતે ભારત પાછા લાવામાં આવે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन