આજે ભાઈ બીજ નો પવિત્ર તહેવાર સમગ્ર જિલ્લામાં ખુશીથી ઉજવાઈ રહ્યો છે. વિશ્વ ઉપર નિસ્વાર્થ પ્રેમ કરવાની શરૂઆત ભાઈ-બહેનના પ્રેમ થી થાય. તેમજ આજે બહેનના ઘરે ભાઈ ને જમવા માટેનું આમંત્રણ હોય તમામ ભાઈઓ પોતાની બહેનને ત્યાં જય અને ભાઈ બહેન પરિવાર સાથે ભાઈ બીજ નો ઉત્સવ ઉજવ્યો.
આજે યમ દ્વિતીયા પણ મનાવવામાં આવે છે કારણકે આજરોજ યમદેવ પોતાની બહેન યમુનાને ત્યાં જમવા માટે જાય છે ત્યારે બહેન યમુના પોતાના ભાઈ પાસે વરદાન માંગે છે કે આ દિવસે જે ભાઈ પોતાની બહેનની ઘરે જમે તેને દીર્ઘાયુષ્ય તેમજ સુખ સમૃદ્ધિ મળે તેવું વરદાન આપો.
તેથી આજે તમામ બહેનો પોતાના ભાઈની સુખ-સમૃદ્ધિ, સ્વાસ્થ્ય તેમજ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. પંચમહાલ જિલ્લામાં પણ આજે આ ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે ગોધરાના બહેન દ્વારા પોતાના ભાઇ માટે ખૂબ જ સુંદર ગીત ગાવામાં આવ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર