Home /News /madhya-gujarat /

લગ્નની સિઝનમાં ગોધરાના રેડીમેડ કપડાં બજારમાં યુવતીઓ માટે અવનવી વેરાયટીઓ

લગ્નની સિઝનમાં ગોધરાના રેડીમેડ કપડાં બજારમાં યુવતીઓ માટે અવનવી વેરાયટીઓ

લેડીઝ

લેડીઝ ગારમેન્ટ ટ્રેન્ડ, ગોધરા, પંચમહાલ

હવે લગ્નની સીઝન પણ શરૂ થઇ છે જેને લઇ ગોધરામાં તૈયાર કપડા બજારમાં પણ ઘરાકી ખુલ્લી છે. આ વખતે રેડીમેડ કપડાં બજારમાં પુરુષો અને મહિલાઓ માટે અવનવી વેરાયટીઓ આવી છે.

    ગોધરા: કોરોનાના (coronavirus) પ્રકોપ અને લોકડાઉંનને કારણે છેલ્લા બે વર્ષથી બજારમાં વ્યવસાય મંદા જોવા મળતા હતા. ત્યારે હવે કોરોના હળવો થતા દિવાળી પછી બજારમાં તેજી અને રોનક જોવા મળી રહી છે. હવે લગ્નની સીઝન પણ શરૂ થઇ છે જેને લઇ ગોધરામાં તૈયાર કપડા બજારમાં પણ ઘરાકી ખુલ્લી છે. આ વખતે રેડીમેડ કપડાં બજારમાં પુરુષો અને મહિલાઓ માટે અવનવી વેરાયટીઓ આવી છે.

    ગોધરાના બજારમાં પણ લેડીઝ ગારમેન્ટમાં અવનવી વેરાયટી આવતી જ રહે છે.પ્રસંગ કે પાર્ટી હોય ત્યારે તો મહિલાઓને પોતાના માટે સ્પેશિયલ સિલેક્ટેડ કપડાં જ જોઇએ. કદાચ આના કારણે જ બજારમાં પણ ખાસ કરીને લેડીઝ ગારમેન્ટ માં અવનવી વેરાયટી આવતી જ રહે છે. કપડાં નાં નામ, રંગ, ફેશન અનેક પ્રકારના જોવાય છે જેને જોતા જ યુવતીઓ જ્યારે તે પસંદ કરે ત્યારે તેની ડીઝાઈન બનાવનાર ફેશન ડિઝાઈનર ની મહેનત ફળી તેવું લાગે છે.

    હાલ પંચ મહાલ જિલ્લામાં ચારેય તરફ લગ્ન નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ પ્રકારની ખરીદી પૂર જોશમાં ચાલી રહી છે.એમાય લગ્ન, પાર્ટી તેમજ રીસેપ્શન માં પહેરવાનાં કપડાં તો લેડીઝ વર્ગ ૧૦ વાર જોઇને લે પણ‌ પોતાને ગમે એ જ લે. ત્યારે ગોધરાના બજારોમાં ફરતાં જોવા મળ્યું કે મહીલાઓ જેમ પહેલા બાહુબલી પેટર્ન સાડી માંગી રહી હતી તેમ અત્યારે તેમની ડીમાન્ડ જોરજટ મટીરીયલની કૂર્તિ, ગાઉન, રેડીમેડ સાડી, ટૂ પીસ, વન પીસ છે જેની કિંમત ૨૦૦૦ થી લઈને મહિલાઓ ની પસંદ પર નીર્ભર કરે છે. પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે અવનવી ડીઝાઇનો જોવા માટે જોઈએ વિડિયો...
    First published:

    Tags: Coronavirus, Panchmahal News, Trending

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन