Home /News /madhya-gujarat /

ગોધરા: ડોક્ટર દીકરીએ માતાનું અધૂરું સ્વપ્ન કર્યું પૂરું, ચિત્રકલાથી 18 વર્ષની ઉંમરે આ રીતે શરૂ કરી કમાણી

ગોધરા: ડોક્ટર દીકરીએ માતાનું અધૂરું સ્વપ્ન કર્યું પૂરું, ચિત્રકલાથી 18 વર્ષની ઉંમરે આ રીતે શરૂ કરી કમાણી

ઈશા

ઈશા ચોક્સી, ગોધરા, પંચમહાલ

અઢાર વર્ષની ઉંમરે પોતાનું કમાવાનું સાધન પણ ઊભું કરી લીધું અને જે કામ જે સપનું મેં અધૂરું છોડ્યું હતું તે મારી દીકરીએ પૂરું કર્યું.....

    પંચમહાલ: જિલ્લાના ગોધરામાં રહેતી અઢાર વર્ષની દીકરીએ પોતાની માતાનું અધૂરું રહેલું સ્વપ્ન પૂરું કર્યું. ગોધરામાં બામરોલી રોડ વિસ્તારમાં રહેતી ઈશા હાલ ફિઝીયોથેરાપી વિષયમાં સ્નાતકનો અભ્યાસ કરી રહી છે. સાથે સાથે તે પોતાના તેમજ પોતાની માતા અર્પિતા ચોક્સીનું પણ અધુરું સ્વપ્ન પૂરું કરી રહી છે.
    45 વર્ષની ઉંમર ધરાવતા અર્પિતા બેન જેમણે બાળપણથી જ ચિત્રકલાનો ખૂબ જ શોખ હતો. તે શોખ ને લઈને તેમને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ચિત્ર વિષય સાથે જ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ અભ્યાસ કર્યો. અને ત્યારબાદ પોતાની ચિત્રકલા ને વધુ ઉમદા બનાવવા માટે ગોધરાના જાણીતા ચિત્રકાર ગજ્જર દાદા પાસે પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું.

    પોતાના શોખને ખૂબ જ આગળ સુધી લાવ્યા બાદ 1997માં અર્પિતા ના મેરેજ થયા. ત્યારબાદ ઘર તેમજ બાળકોની જવાબદારી માં તેમનો શોખ ક્યાંય વિસરાઇ ગયો. પરંતુ અમુક સમય બાદ તેમના ઘરે બીજું પારણું બંધાયું ત્યારે ઈશા નો જન્મ થયો અને કદાચ તે ચિત્રકલા પોતાની માતા પાસેથી લઈને જ આવી હતી. નાનપણથી જ ચિત્રકામમાં રુચિ ધરાવતી ઈશા જેમ જેમ મોટી થઈ તેમ પોતાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં પોતાના શોખને ઢાંકી દીધો. પરંતુ ત્યારબાદ ઈશાએ ફિઝિયોથેરાપી ક્ષેત્રમાં સ્નાતકનો અભ્યાસ શરૂ કર્યો ત્યારબાદ તેને થયું કે હવે પોતાના શોખને તેમજ માતાના અધૂરા સ્વપ્નને પૂરું કરવું જોઈએ. અને એમ જોતાં જોતાં ઈશાએ પેન્સિલ સ્કેચ કરવાનું શરૂ કર્યું જેમાંથી તેણે અનેક પ્રતિભાઓના ચહેરા દોર્યા.

    આ પણ વાંચો: PSI-LRD ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ, એકથી વધુ કોલલેટર મળ્યા હોય તો આ રીતે થશે રદ

    પરંતુ જ્યારે ઈશાને સમજાયું કે હજુ આમાં કંઈક થઈ શકે છે ત્યારબાદ ઈશાએ પોતાની માતા પાસે શીખવાનું શરૂ કર્યું અને જોતજોતામાં તેણે ઘણા અદભુત પેઇન્ટિંગ્સ બનાવી દીધા પેઇન્ટિંગ્સ ની સાથે સાથે તે હસ્તકલા માં પણ માહિતી થઈ જેમાં તેણે કાર્ડ બોર્ડ માંથી ગિટાર બોટલ પેઇન્ટિંગ ring light કિચેઈન એમરોડરી ડિઝાઇન જેવી અનેક વસ્તુઓ બનાવવી સોશિયલ મીડિયા ઉપર મુકવાનું શરૂ કર્યુ.

    આ પણ વાંચો: Farm Laws Repeal Bill: સરકારે ત્રણેય કૃષિ બિલ પરત ખેંચ્યા, હોબાળા વચ્ચે સંસદ સ્થગિત

    તેમજ youtube પર પોતાની ચેનલ પર તે અન્યોને પોતાને આવડે તેટલું શીખવાડવાનું પણ શરૂ કર્યું. જોતજોતામાં સોશિયલ મીડિયા પર થી ઈશાને હસ્તકલા તેમજ પેઇન્ટિંગ્સ ના ઓર્ડરો મળવાના શરૂ થઈ ગયા અને તે જોઈને ઈશાની માતા ને પણ ખુશી છે અને આ જોઈને તેમના મોઢામાંથી સરી પડ્યું કે ઈશાએ અઢાર વર્ષની ઉંમરે પોતાનું કમાવાનું સાધન પણ ઊભું કરી લીધું અને જે કામ જે સપનું મેં અધૂરું છોડ્યું હતું તે મારી દીકરીએ પૂરું કર્યું...
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, ગોધરા, પંચમહાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन