Home /News /madhya-gujarat /

ગોધરાના યુવકને નાનપણથી હતો અનોખો શોખ, અજન્તાની ગુફાની કલાકૃતિઓ ચિત્રમાં કંડારી

ગોધરાના યુવકને નાનપણથી હતો અનોખો શોખ, અજન્તાની ગુફાની કલાકૃતિઓ ચિત્રમાં કંડારી

સુજલ

સુજલ અને તેના સાથી મિત્રો મૈત્રી મેવાડા અને નિરાલી સોની

ગોધરાના યુવક સુજલ સોની અને તેના સહ કલાકાર મૈત્રી મેવાડા, અને નિરાલી સોની દ્વારા અમદાવાદની ગુફા ની ધ આર્ટ ગેલેરી ખાતે ત્રણ આર્ટિસ્ટ નો ગ્રુપ શો "The Initial" નામે પેઇન્ટિંગ એક્ઝિબિશન રાખવામાં આવ્યું.

    પંચમહાલ : જીવનમાં ભણતરનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મનગમતા ભણતરનું અને તેમાં કારકિર્દીનું પણ છે. પરંતુ મનગમતું કરવું અને સફળતા પણ મેળવી તેવા જૂજ ઉદાહરણો જ જોવા મળે છે. એવું જ એક ઉદાહરણ આપણા ગોધરા શહેરના સુજલ સોનીએ પૂરું પાડ્યું.

    કેટલાકને સાહિત્ય ગમે તો કેટલાકને વિજ્ઞાન તો કેટલાકને એકાઉન્ટ પરંતુ સુજલ ને બાળપણથી જ ડ્રોઈંગ બાબતે એક અલગ લગાવ હતો. જેને વળગી રહીને તેમણે સાબિત કર્યું કે મનગમતું કામ જો લગનથી કરવામાં આવે તો તેમાં પણ સફળતા ચોક્કસ મળે છે.

    સી. એન. ફાઇન આર્ટ્સમાં ભણતા સુજલ અને તેના સાથી મિત્રો મૈત્રી મેવાડા અને નિરાલી સોનીની પણ એ જ ગાથા છે. કોઈક હોમવર્ક કરવાના સમયે ડ્રોઇંગ કરતા તો કોઈક ડ્રોઈંગ અને પેશન્ટ બનાવી મહેનત. આ ત્રણે એ પાંચ વર્ષની અથાગ મહેનત બાદ તેમની મહેનત \" The Initial \" દ્વારા અમદાવાદની ગુફા ની આર્ટ ગેલેરી ખાતે પેઇન્ટિંગ એક્ઝિબિશન ના માધ્યમથી ડિસ્પ્લે કરી. જે પેઇન્ટિંગ એક્ઝિબિશન તારીખ 3 ઓગસ્ટ થી લઈને તારીખ 8 ઓગસ્ટ સુધી દર્શકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. જેમાં સુજલ, મૈત્રી તથા નિરાલી દ્વારા તૈયાર કરવામાં આવેલા 59 પેઇન્ટિંગ એક્ઝિબિશન મૂકવામાં આવ્યા છે. જેને દર્શકો દ્વારા વધાવી લેવામાં આવ્યા.

    પેઇન્ટિંગ વિશે વાત કરતાં સુજલે જણાવ્યું કે તેઓને અભ્યાસ દરમિયાન કોલેજમાંથી અજંતા ઇલોરાની ગુફાઓની ટુર પર લઈ જવામાં આવ્યા હતા. અને તેના દ્રશ્યો અને ત્યાંના સ્ટ્રક્ચર જોઈ અને તેને આ થીમ પર કામ કરવાની પ્રેરણા મળી હતી. ત્યારબાદ સુજલે પોતાના 15 પેઇન્ટિંગ વિવિધ ગુફાઓના કન્સેપ્ટ પર બનાવ્યા છે. જેના પ્લાન લિક્વિડ ક્રોમથી તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ ગુફા પર તૈયાર કરેલ પેઇન્ટિંગ એક્રેલિક અને મિક્સ મીડિયા પર તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ એક્ઝિબિશનમાં ડ્રીમ, લવ, ગેમ્સ, મેડીટેશન તથા નેચરની થીમ પર પણ સુજલ, મૈત્રી અને નિરાલી દ્વારા કામ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષની મહેનત અને લગન બાદ \"The Initial\" શો નો તેઓને ખુબ સુંદર પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ગોધરા જેવા નાના શહેરમાંથી આવતાં સુજલ સોની દ્વારા અનોખી કારકિર્દી પસંદ કરી અને તેમાં નામના મેળવી ગોધરાને ગૌરવાન્વિત કર્યું છે.
    First published:

    Tags: Painting, Panchmahal district, Panchmahal News, Panchmahal top News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन