પંચમહાલ : માસ્કના નિયમો બતાવતી પોલીસના 'વરઘોડાનો' વીડિયો Viral, બેવડી નીતિ ખુલ્લી પડી

પંચમહાલ : માસ્કના નિયમો બતાવતી પોલીસના 'વરઘોડાનો' વીડિયો Viral, બેવડી નીતિ ખુલ્લી પડી
પંચમહાલ પોલીસની 'મોજ' સોશિયલ મીડિયામાં થઈ વાઇરલ

શિક્ષક સાથે માસ્કના દંડના મામલે ઝપાઝપી કરનારી પોલીસના જવાનો સાંજે ડીજેના તાલે ટોળાવળીને વગર માસ્કે ખૂબ નાચ્યા

 • Share this:
  રાજેશ જોશી, પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં (Panchmahal) કોરોના કાળ વચ્ચે પોલીસની (Police) બેવડી નીતિ સામે આવી છે. એક બાજુ પોલીસે સાંજના સમયે ગોધરામાં એક શિક્ષકને માસ્કના મામલે બળપ્રયોગ કરી અને દંડ ભરવા માટે મજબૂર કર્યો હતો તો સાંજે પોલીસ હેડક્વાર્ટના એક વીડિયોમાં (Viral Video) પોલીસના કેટલાય જવાનો માસ્ક વગર નાચતા નજરે પડ્યા હતા. પોલીસની આ બેવડી નીતિનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  બનાવની વિગતો એવી છે કે ગઈકાલે સાંજે ગોધરા શહેરમાં પોલીસ માસ્કનું ચેકિંગ કરી રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક શિક્ષકે માસ્ક નહોતું પહેર્યુ. આ શિક્ષકની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી.  આ પણ વાંચો : પાકિસ્તાનનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમામાં પહોંચી ગયો, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો

  જ્યારે માસ્કના મામલે તેની પાસે દંડ માગતા મામલો બીચક્યો તો પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને શિક્ષક અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.  દરમિયાનમાં સાંજે પોલીસના જ જવાનો અને અધિકારીઓ માસ્કના નિયમોની ઐસી કી તૈસી કરતાં નજરે પડ્યા હતા. એક વાયરલ વીડિયોમાં ગોધરા પોલીસ હેડક્વાર્ટર પર પોલીસનો 'વરઘોડો' નીકળ્યો હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. જેમાં ડીજેના તાલે પોલીસના જવાનો કોવીડની ગાઇડલાઇનના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા.

  શિક્ષક સાથે ઝપાઝપી કરી રહેલી પોલીસના દૃશ્યો


  વાઇકલ વીડિયોમાં અનેક વ્યક્તિઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ઝગમગાટ વાળી લાઇટીંગમાં મન મૂકીને નાચી રહ્યા હતા. આ સ્થિતિમાં કાયદાના રક્ષકો જ કાયદાના ચીથરા ઉડાડતા જોવા મળ્યા હતા ત્યારે બે વિરોધાભાસી ઘટનાઓએ પંમચમહાલ પોલીસની 'બેવડી નીતિ'ને પ્રજા સમક્ષ ખુલ્લી મૂકી છે. હવે આ 'વરઘોડા' બદલ જિલ્લા પોલીસ વડા કે રેંજ આઇજી કોઈ પગલા ભરે છે કે નહીં તે તો જોવું જ રહ્યું

  આ પણ વાંચો : 'મોત ને વાતોમાં વળગાડીને હું સરકી ગયો,' મૂર્ધન્ય કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીનું નિધન
  Published by:Jay Mishra
  First published:April 04, 2021, 13:41 pm