ગોધરા: પોલન બજાર વિસ્તાર રાષ્ટ્ર પ્રેમ અને કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ, વર્ષનાં ૩૬૫ દિવસ અહિં ફરકે છે રાષ્ટ્ર ધ્વજ
ગોધરા: પોલન બજાર વિસ્તાર રાષ્ટ્ર પ્રેમ અને કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ, વર્ષનાં ૩૬૫ દિવસ અહિં ફરકે છે રાષ્ટ્ર ધ્વજ
૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન, ગોધરા, પંચમહાલ
પંચમહાલ (Panchmahal) જિલ્લાના પાટનગર ગણાતા ગોધરા નાં પોલન બજારમાં.કેસરી ચોક કહેવાતા આ વિસ્તાર ની અનેક ગાથાઓ છે જેનાથી તમે બધા પરીચીત હશો જ.પરંતુ વાસ્તવિકતા કાંઇક જૂદી જ છે.
શિવમ પુરોહિત, પંચમહાલ: ગોધરાની (Godhra) રાષ્ટ્ર પ્રેમી પ્રજા તિરંગા માટે વિશેષ માન ધરાવે છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે અહીંનો આ કેસરી ચોક ખાતે ભારત દેશનું સ્વાભિમાન ગણાતો તિરંગો ધ્વજ અહિયાં 365 દિવસ ફરકે છે. પંચમહાલ (Panchmahal) જિલ્લાના પાટનગર ગણાતા ગોધરા નાં પોલન બજારમાં.કેસરી ચોક કહેવાતા આ વિસ્તાર ની અનેક ગાથાઓ છે જેનાથી તમે બધા પરીચીત હશો જ.પરંતુ વાસ્તવિકતા કાંઇક જૂદી જ છે. ગોધરા નાં પોલન બજારમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાના અનેક ઉદાહરણો જોવા મળે છે.ગણેશ વિસર્જન યાત્રા હોય, સ્વાતંત્ર્ય દિન હોય કે પ્રજાસત્તાક પર્વ (Republic Day 2022) . આ તમામ ઉત્સવો ની ઉજવણી ગોધરા નાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકબીજા સાથે હળીમળીને ઉજવે છે. ગોધરા ની રાષ્ટ્ર પ્રેમી પ્રજા તિરંગા માટે વિશેષ માન ધરાવે છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે અહીંનો આ કેસરી ચોક ખાતે ભારત દેશનું સ્વાભિમાન ગણાતો તિરંગો ધ્વજ અહિયાં ૩૬૫ દિવસ ફરકે છે.આવો મળીએ આને જાણીએ અને મળીએ ગોધરા ની રાષ્ટ્ર પ્રેમી પ્રજા ને આ બાબતે તેમનું શું કહેવું છે.
પોલન બજારમાં જતાં જ પોલન બજાર ની વચ્ચોવચ સ્થિત રાષ્ટ્ર ધ્વજ ઉપર નજર અટકી જાય છે. આ રાષ્ટ્ર ધ્વજ વર્ષ નાં ૩૬૫ દિવસ અહિં ફરકે છે. ત્યારે પોલન બજાર નાં રહેવાસી મહેબૂબ અદા એ જણાવ્યું કે ગોધરા બહાર નાં લોકો ને ગોધરા માટે જે છબી ઉભી થઇ છે તેવું વાસ્તવિક નથી. ગોધરા માં નીકળતી ગણેશ વિસર્જન યાત્રા જ્યારે પોલન બજારમાં થી પસાર થાય છે ત્યારે અમે તેમનું સ્વાગત કરીએ છીએ, તેમજ રમઝાન-ઈદ, ૧૫ ઓગસ્ટ તથા ૨૬ જાન્યુઆરી સાથે મળીને હળીમળીને ઉજવણી કરીએ છીએ. તેમજ અમે હળીમળીને એક્તા રાખીને રહીએ છીએ.
તેમજ ગોધરા નાં ભાજપ નાં લઘુમતી મોરચાના મહામંત્રી ઈખલાસ મન્સૂરી એ જણાવ્યું કે અમે દર વર્ષે ૨૬ જાન્યુઆરી તથા ૧૫ ઓગસ્ટે પોલન બજારમાં ધ્વજ વંદન કરીએ છીએ તેમજ આવતીકાલે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલન બજારમાં ધ્વજ વંદન કરીને કરીશું. ગોધરા માં પોલનબજાર અને પટેલ વાડા વિસ્તાર એક જ ભેદ રેખા ધરાવતા વિસ્તાર છે જે હિન્દુ તથા મુસ્લિમોની બહોળા પ્રમાણમાં વસ્તી ધરાવતા વિસ્તાર છે. ત્યારે ઘણા લોકોને ગોધરા નાં હિંદુ મુસ્લિમ પ્રત્યે કાંઈક અલગ છાપ ઊભી થઈ ગઈ છે પરંતુ તેવું નથી, આભાર દરેક તહેવારો જેવાકે ઈદ-મોહરમ અમે હળીમળીને ઉજવીએ છીએ તેમજ હોળી-ધૂળેટી, તેમજ ગણેશ ચતુર્થી જેવા તહેવારો માં પણ અમે સૌ સાથે મળી ને ઉજવણી કરીએ છીએ. તેમજ તેમણે ઉમેર્યું કે ગોધરા નાં નામ થી લોકો નાં મન માં ખોટી છાપ ઊભી થાય છે પરંતુ અમે ભાઈ સમાન છીએ અને ભાઈચારા સાથે રહીએ છીએ.
ખરેખર ગોધરા એ રાષ્ટ્ર પ્રેમ અને કોમી એકતા નું સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ છે જે સમગ્ર વિશ્વ માટે એક શીખ સમાન છે. પ્રજાસત્તાક પર્વ પર આનાથી સારી શીખ બીજી શું હોઈ શકે!!
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર