Home /News /madhya-gujarat /

Godhra: ઇતિહાસમાં પહેલીવાર 150 ફૂટ લાંબો તિરંગો હાથમાં લઇ યુવાનો દ્વારા રેલી, ભારત માતાકી જય નાં નારા ગુજ્યાં

Godhra: ઇતિહાસમાં પહેલીવાર 150 ફૂટ લાંબો તિરંગો હાથમાં લઇ યુવાનો દ્વારા રેલી, ભારત માતાકી જય નાં નારા ગુજ્યાં

તિરંગા

તિરંગા યાત્રા, ગોધરા, પંચમહાલ

ગોધરા (godhra) માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરાના ઇતિહાસમાં પહેલીવાર 150 ફૂટ લાંબો તિરંગો (150 feet tricolour) ગોધરાના માર્ગો પર જોવા મળ્યો હતો.

    ગોધરા, પંચમહાલ: આજ રોજ ગોધરા (godhra) માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરાના ઇતિહાસમાં પહેલીવાર 150 ફૂટ લાંબો તિરંગો (150 feet tricolour) ગોધરાના માર્ગો પર જોવા મળ્યો હતો. પંચમહાલ (Panchmahal) જિલ્લામાં યુવાનોનું સંગઠન એબીવીપી (ABVP) દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી આખું ગોધરા દેશભક્તિના માહોલમાં પરિવર્તિત થયું હતું. રેલીમાં અંદાજે ૧૦૦ કરતાં વધારે યુવકો જોડાયા હતા તેમજ રેલી ગોધરાના લાલબાગ ખાતેથી નીકળી ચર્ચ પાસેથી ગોધરા ના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને લાલ બાગ ખાતે સમાપ્ત કરવામાં આવી હતી. જેમાં ભારત માતાકી જય..., વંદે માતરમ્.. જેવા નારાઓ યુવાનો દ્વારા બુલંદ અવાજે લગાવવામાં આવ્યા હતા.

    જેમાં એબીવીપી ના પંચમહાલ વિભાગ સંયોજક શિવમ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા શાખા દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજના 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાત પ્રાંત આઝાદીનાં ૭૫ વર્ષ નિમિત્તે સ્વરાજ 75 વર્ષ અભિયાન અંતર્ગત આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: Arvalli: પ્રજાસત્તાક દિવસે જ કરુણ ઘટના! મોડાસામાં કારનું ટાયર ફાટતા શિક્ષિકાનું મોત

    તેમજ તેમણે ઉમેર્યું કે ગુજરાત ભરમાં તેમજ વિવિધ રાજ્યોમાં આ રેલીનું આયોજન કરવામાં આવે છે, તેમજ વિવિધ જિલ્લાઓ માં પણ આ રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોધરા વિભાગમાં પણ ગોધરાના યુવાનો દ્વારા આ તિરંગા યાત્રા લાલબાગ થી ચર્ચ સુધી નીકળી ને લાલબાગ ખાતે પુરી થશે જેમાં અનેક યુવા મિત્રો જોડાયા છે.

    આ પણ વાંચો: આકાશમાં ટ્રાફિક જામ! અમદાવાદ એરપોર્ટના આકાશમાં એક સાથે 8 ફ્લાઇટ ભેગી થઇ ગઈ

    ગોધરાની પ્રજામાં દેશપ્રેમ પ્રસરે તે હેતુથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુવાનો સાથે મળીને આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના ઇતિહાસમાં પહેલીવાર આટલો 150 ફૂટ લાંબો તિરંગો હાથમાં લઇ યુવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં વંદે માતરમ તથા ભારત માતાકી જય નાં નારા થી સમગ્ર ગોધરાના માર્ગો ગુંજી ઉઠયા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, ગોધરા, પંચમહાલ, પ્રજાસત્તાક પર્વ

    આગામી સમાચાર