Home /News /madhya-gujarat /ગોધરા નગરમાં ગણેશ વિસર્જન માટે સાત કૃત્રિમ તળાવો નિર્માણ કરવામાં આવ્યા

ગોધરા નગરમાં ગણેશ વિસર્જન માટે સાત કૃત્રિમ તળાવો નિર્માણ કરવામાં આવ્યા

આ

આ વર્ષે કોરોના ના પગલે એક જગ્યાએ વધુ ભીડ એકઠી ના થાય એ માટે અલગ-અલગ વિસ્તારમાં ૭ કૃત્રિમ તળાવ નું નિર્માણ કરવામાં આવ્યું.

આ વર્ષે કોરોના ના પગલે એક જગ્યાએ વધુ ભીડ એકઠી ના થાય એ માટે અલગ-અલગ વિસ્તારમાં ૭ કૃત્રિમ તળાવ નું નિર્માણ કરવામાં આવ્યું.

  ગતરાત્રે ગોધરા શહેરના શહેરાભાગોળ વિસ્તારમાં જ્યારે ગોધરા ની પ્રજા ગણેશજીના દર્શન કરવા માટે નીકળ્યા હતા તેવા સમયે એક ગાય ત્યાં ઊભી હતી જે અચાનક જ પડી જતાં આસપાસ ભાગદોડ મચી જવા પામી હતી.આ ઘટના ને લઈને કેટલાક લોકો દ્વારા મળીને ગાયને અચાનક શું થયું? તે માટે જહેમત ઉઠાવી હતી.ત્યા હાજર વ્યક્તિ દ્વારા પશુ એમ્બ્યુલન્સ સેવા ૧૯૬૨ પર ફોન કરી જાણ કરવામાં આવી.પરંતુ, રાત્રી ના ૮ વાગ્યા સુધી જ આ સેવા ચાલુ હોવાથી નજીક ના પશુ ચિકિત્સક ને જાણ કરતા તેઓ દ્વારા તરત ઉપચાર કરી ગાય ને ફૂડ પોઈઝનીન્ગ થયાની જાણ કરી હતી. ત્યારબાદ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગાયને વહેલા તે પહેલા ના ધોરણે નજીકના પશુ દવાખાનામાં અથવા ગૌશાળામાં લઈ જઈ યોગ્ય ઉપચાર કરવો. ત્યારબાદ ત્યાં હજાર લોકો દ્વારા પરવડી ગૌશાળા ખાતે ઘટનાની જાણ કરતા મદદ અર્થે વાતચીત કરવામાં આવી હતી. પરંતુ પરવડી ગૌશાળા થી સંતોષજનક જવાબ ન મળતા ત્યાં હાજર જીવ દયા પ્રેમી લોકો તથા ગૌ સેવકો દ્વારા ઘટનાસ્થળે જ ગાયનો ઉપચાર કરવામાં આવ્યો. અને અંતે એક કલાકની મહેનત બાદ આખરે ગાયના જીવમાં જીવ આવ્યો.

  ૨. ગોધરા નગરમાં ગણેશ વિસર્જનની પાંચ દિવસની પ્રથા યથાવત છે. દર વર્ષે ગોધરાના રામસાગર તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. જ્યારે આ વર્ષે કોરોના ને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગોધરાના અલગ અલગ વિસ્તારોમાં સાત જેટલા કૃત્રિમ તળાવ નું નિર્માણ કરવામાં આવ્યું. જેમાં સમ્રાટ નગર bamroli road વિસ્તાર તથા પુરાવો પાસે gidc ની સામે તેમજ સાયન્સ કોલેજ રોડ ખાતે ન્યુ એરા સ્કૂલ ની સામે તથા ગોધરા લાલબાગ ટેકરી એમ સાત કૃત્રિમ તળાવ નું નિર્માણ કરવામાં આવ્યું. જેથી જે તે વિસ્તારના લોકોને જે તળાવ નજીક હોય ત્યાં જઈ અને ગણેશજીનું વિસર્જન કરવામાં સરળતા રહે તેમજ એક જગ્યાએ અનેક લોકોની ભીડ જમા ન થાય.

  ૩. ગોધરા તાલુકામાં આવેલી ભલાણીયા પ્રાથમિક શાળા ના શિક્ષક રાઠોડ નિલેશ ખુમાનસિંહ ને રૂપાણી સરકારના રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે તાજેતરમાં \"શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તાલુકા કક્ષા ગોધરા 2021\" કન્યા સાક્ષરતા નિવાસી શાળા, ગોગંબા રાયણ ના મુવાડા ખાતે એનાયત કરાયો હતો. નિલેશભાઈ દ્વારા શાળા અને શાળાના બાળકો માટે અનેક કામગીરી કરવામાં આવી જેવી કે વિજ્ઞાન મેળામાં ૭ વાર તાલુકા કક્ષાએ ૩ વાર જિલ્લા કક્ષાએ તેમજ ત્રણ-ત્રણ વાર ઇન્સ્પાયર એવોર્ડ અને ઇનોવેશન ફેર માં તાલુકા કક્ષાએ ભાગ લઇ શાળાનું ગૌરવ વધાર્યું.

  બાળકોને અંગ્રેજી વિષયનો ડર દૂર કરવા પ્રતિજ્ઞાપત્ર અંગ્રેજીમાં બોલતા કર્યા તેમજ સૂર્યનમસ્કાર બધા જ બાળકો ને સંગીત સાથે શિખવ્યા.લોકડાઉન સમયમાં બાળકોના મૂલ્યાંકન માટે ઓનલાઇન ક્વીઝ નિર્માણ કરી. જેમાં બાળકોને પોતાના માર્ક્સ સાથેનું સર્ટિફિકેટ પણ મળે.આ સમયમાં બાળકોને સત્રાંત રીઝલ્ટ ઘરે બેઠા મળી રહે તે માટે ધોરણ ૧૦ અને ૧૨ ના રીઝલ્ટ ની જેમ ધોરણ ૧ થી ૮ ના બાળકો નું રિઝલ્ટ પણ ઓનલાઈન વેબસાઈટ બનાવી ને જનરેટ કર્યું.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Godhra. Panchmahal News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन