Home /News /madhya-gujarat /ગોધરામાં પાર્કિંગ ગાયબ કરીને નિયમો વિરુદ્ધના બાંધકામો માટે કોણ જવાબદાર? લોકોમાં રોષ

ગોધરામાં પાર્કિંગ ગાયબ કરીને નિયમો વિરુદ્ધના બાંધકામો માટે કોણ જવાબદાર? લોકોમાં રોષ

ગોધરા, પંચમહાલ

Godhra News: ગોધરા પાલિકાના સત્તાધારી ભાજપના સદસ્યો માં પણ અંદરખાને ભભૂકી રહ્યો છે.

    પંચમહાલ: ગોધરા (Godhra) શહેરના પાર્કિંગ સુવિધાઓ (parking facility) વગર નિયમ વિરુદ્ધ (against law) થઈ રહેલા બાંધકામોના પગલે ટ્રાફિક વ્યવસ્થાઓ ખોરવાઇ ગઇ હોવાના વાહનચાલકો નિવેદનાઓની નજરોમાં સૌ કોઈ પોલીસ તંત્રને બેજવાબદાર ગણાવતા હોય છે પરંતુ ખરેખર તો નિયમો વિરુદ્ધ થઈ રહેલા બાંધકામોને ક્લીનચિટ આપના રીયલ હીરો તો ગોધરા (municipality Godhra) પાલિકાના ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનર વી ડી પરમાર હોવાનું કહેવાય છે!!

    જ્યારે નિયમ વિરુદ્ધના બાંધકામો સામે ફરિયાદો ઊભી થાય ત્યારે કારણ દર્શક નોટિસો આપીને દસ્તાવેજી પુરાવાઓ મંગાવનાર આ ગોધરા પાલિકાના ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનર વી ડી પરમાર કચેરીના ટેબલો ઉપર બેસીને જવાબોના ખુલાસાઓ લઈ લેતા હોય છે પરંતુ શહેરી વિકાસ યોજના અંતર્ગત કાયદા અને નિયમોને આધીન મંજુર કરવામાં આવેલા બાંધકામના નકશાઓ અને પાલિકા કચેરી દ્વારા આપવામાં આવેલ રજા ચિઠ્ઠી પ્રમાણે જ પાર્કિંગ સુવિધાઓ સાથે બાંધકામો થઈ રહ્યાં છે કે કેમ? આ સ્થળ તપાસો કરવાથી ગોધરા પાલિકાના સત્તાધીશો મોટાભાગે દૂર રહેતા હોવાનો આક્રોશ હવે ખુદ ગોધરા પાલિકાના સત્તાધારી ભાજપના સદસ્યો માં પણ અંદરખાને ભભૂકી રહ્યો છે.

    આ પણ વાંચો - Acid Attack: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા ઉપર ફેંક્યું એસિડ, મોઢું અને છાતીનો ભાગ બળી ગયો

    કાંઈક આ જ પ્રકારના એક કિસ્સામાં ગોધરા શહેરના હાર્દ સમા વિસ્તારમાં સાંઇ ડેવલોપર્સ દ્વારા ગોધરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ટેકનિકલ એન્જિનિયર દ્વારા જે અધિકૃત નકશાઓ પ્રમાણે બાંધકામ માટે રજાચીઠ્ઠી આપવામાં આવી છે, આ પરવાનગી વિરુદ્ધ બાંધકામ થઇ રહ્યું હોવાની લેખિત રજૂઆત સ્વરૂપની ફરિયાદ ગોધરા પાલિકાના ભાજપના સદસ્ય દીપેશ સિંહ ઠાકોર દ્વારા ગોધરા પાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવી હતી. પાલિકા સદસ્યની ગંભીર રજુઆતોને અવગણના કરતા ગોધરા પાલિકાના ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનર ના વહીવટી ફરજો થી નારાજ થયેલા પાલિકા સદસ્ય દીપેશ સિંહ ઠાકોર દ્વારા તારીખ ૭ ફેબ્રુઆરીના રોજ પંચમહાલ કલેકટર ના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કચેરી સમક્ષ કરી હતી.

    આ પણ વાંચો - દમણ નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યાનો ઉકેલાયો ભેદ, લાખોનું કૌભાંડ છૂપાવવા એકાઉન્ટન્ટે જ કરી નિર્મમ હત્યા

    આ સામે સાઈ ડેવલપર્સના ભાગીદારોને નોટિસ આપી બાંધકામ બાબતે ખુલાસો રજૂ કરવાના છટકબારી જેવા જવાબ સામે પંચમહાલના અધિક નિવાસી કલેકટર દ્વારા તારીખ 3 માર્ચના રોજ ચીફ ઓફિસરને પત્ર લખીને અરજદાર દીપેશ સિંહ ઠાકોર ની રજૂઆત સંદર્ભમાં આપણા દ્વારા ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એક્ટ 1976 મુજબ શું કરે બાકી કરવામાં આવી એ હકીકત લક્ષી અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે...
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Godhra news, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन