Home /News /madhya-gujarat /

Panchmahal: ગોધરાને મળી 1.5 કિલોમીટર લાંબા ઓવરબ્રિજની ભેટ, આ તારીખે થશે ખાતમુહૂર્ત

Panchmahal: ગોધરાને મળી 1.5 કિલોમીટર લાંબા ઓવરબ્રિજની ભેટ, આ તારીખે થશે ખાતમુહૂર્ત

ઓવરબ્રિજ-અંડરપાસ,

ઓવરબ્રિજ-અંડરપાસ, ગોધરા, પંચમહાલ

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (godhra) તાલુકામાં આવતીકાલે તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૨૨ નાં રોજ ગોધરા ની પ્રજાની ધીરજ નો અંત આવશે. ગોધરા શહેરમાં લાંબા સમય બાદ ઓવરબ્રિજ (over bridge) તથા અંડરપાસ (under pass) બનવા જઈ રહ્યો છે.

     શિવમ પુરોહિત, પંચમહાલ: પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (godhra) તાલુકામાં આવતીકાલે તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૨૨ નાં રોજ ગોધરા ની પ્રજાની ધીરજ નો અંત આવશે. ગોધરા શહેરમાં લાંબા સમય બાદ ઓવરબ્રિજ (over bridge) તથા અંડરપાસ (under pass) બનવા જઈ રહ્યો છે. ગોધરાનાં મુખ્ય માર્ગ ઉપર ૧.૫ કિલોમીટર લાંબો બસ સ્ટેન્ડથી દાહોદ રોડ સુધી ઓવર બ્રીજ બનાવવામાં આવશે. ઓવરબ્રિજ તેમજ અંડરપાસ બંને થઈને અંદાજિત ૭૦ કરોડ થી વધારે રૂપિયા આ કામ માટે ફાળવવામાં આવ્યા છે. ગોધરા માં હેવી લોડેડ વાહનો અને વધતાં ટ્રાફિક ને કારણે થતા અકસ્માતો નાં નિવારણ માટે વર્ષોથી માંગવામાં આવેલાં ઓવરબ્રિજ તથા અંડરપાસ નો આખરે ગોધરા ની જનતા ને લાભ મળશે.

    ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજય સોની દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ બની રહેલા ઓવરબ્રિજ તથા અંડરપાસ જે ગોધરામાં બનવાનું શરૂ થઈ રહ્યાં છે તે ઘણાં લાંબા સમયથી પેચીદો પ્રશ્ન હતો જેનું અંતે નિરાકરણ થઈ ચૂક્યું છે અને બંને કામો આવતીકાલ થી શરૂ કરવામાં આવશે. જેમાં ઓવરબ્રિજ ૫૮ કરોડ રૂપિયાનાં ખર્ચે , ૧.૫ કિલોમીટર ની લંબાઈ નો ગોધરા બસ સ્ટેન્ડ થી લઈ દાહોદ રોડ સુધી બનાવવા માં આવશે.

    આ પણ વાંચો: 'ઠરશે ગુજરાત': અમદાવાદમાં પારો 6.7 ડિગ્રીએ પહોંચ્યો, ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

    તેમજ તેમના દ્વારા ઉમેરવામાં આવ્યું કે અંડરપાસ એ ૧૨.૩૭ કરોડ રૂપિયા નાં ખર્ચે બે ૨.૫-૨.૫ મીટર નાં બોક્સ લેવલે બનશે. આ બે કામો શરૂ થવાનાં કારણે ગોધરા ની પ્રજા માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. તદુપરાંત ભૂતકાળમાં આ રસ્તાઓ ઉપર ટ્રાફિક નાં કારણે જે અકસ્માતો થતાં હતાં અને તેમાં કેટલાક લોકો એ જીવ પણ ઘૂમાવ્યા છે જે આ બ્રીજ અને અંડરપાસ બનવાનાં કારણે ટ્રાફિક ની સમસ્યા ઓ હલ થવાથી ભવિષ્ય માં આ બ્રીજ તથા અંડરપાસ ગોધરા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર