ગોધરા: ખેડૂતે ઘર આંગણે જ વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ નાખી ખેતીમાં 40%થી વધારે ફાયદો મેળવ્યો

ગોધરા: ખેડૂતે ઘર આંગણે જ વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ નાખી ખેતીમાં 40%થી વધારે ફાયદો મેળવ્યો
ખેડૂત.

ગોધરા તાલુકાના પીપળીયા ગામના રાજેન્દ્રસિંહ બારીયાએ પોતાના ઘર આંગણે છેલ્લા દોઢ વર્ષથી વર્મી કમ્પોસ્ટનું 28 ચોરસ મીટર જગ્યામાં ઉત્પાદન શરૂ કર્યું છે.

 • Share this:
  રાજેશ જોશી, પંચમહાલ: ગોધરા તાલુકા (Godhra Taluka)ના પીપલીયા ગામનો ખેડૂત વર્મી કમ્પોસ્ટ ખાતરના માધ્યમથી ઓર્ગેનિક ખેતી (Organic Framing) કરી 40%થી વધુ ફાયદો મેળવી રહ્યો છે. વળી વર્મી કમ્પોસ્ટ (vermicompost) ખાતરના ઉપયોગ થકી ઉત્પાદન થતા અનાજ અને શાકભાજી (Vegetables) પણ આરોગ્યપ્રદ હોવાનું ખેડૂત જણાવી રહ્યો છે. ખેડૂતે પોતાની પાંચ એકર જમીન માટે માંડ 28 ચોરસ મીટર જગ્યામાં ઘર આંગણે જ વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ સરકારની 40% સહાયથી ઊભો કર્યો છે. આ ખેડૂત અન્ય ખેડૂતોને આરોગ્યપ્રદ ખેત ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો અને પેસ્ટ્રીસાઇડ દવાનો ઉપયોગ બંધ કરી ઓર્ગેનિક ખેતી કરવા ભલામણ કરી રહ્યો છે.

  વર્તમાન સમયમાં બદલાતા વાતાવરણ અને મોંઘાદાટ રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી ખેડૂતો હવે દૂર થઈ રહ્યા છે. આગામી પેઢીની ચિંતા સાથે ખેડૂતો પાકનું ઉત્પાદન ભલે ઓછું થાય એવા વિચાર સાથે પોતાની જમીન અને આરોગ્યની જાળવણી તરફ વળ્યા છે. જે માટે ખેડૂતો હવે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કરતાં થયા છે. જે માટે વર્મી કમ્પોસ્ટ ખાતર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ગોધરા તાલુકાના પીપળીયા ગામના રાજેન્દ્રસિંહ બારીયાએ પણ પોતાના ઘર આંગણે છેલ્લા દોઢ વર્ષથી વર્મી કમ્પોસ્ટનું 28 ચોરસ મીટર જમીનમાં ઉત્પાદન શરૂ કર્યું છે.

  આ પણ વાંચો: 

  રાજેન્દ્રસિંહ અંદાજીત એક લાખના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કર્યો છે જે માટે સરકારમાંથી 40% સબસીડી પણ મળી છે. આણંદથી અળસીયા લાવ્યા બાદ પોતાના ઘરે જ ઉત્પાદન થતાં છાણ સહિતના ઉપયોગથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવી રહ્યા છે. જેમાં તેઓને સફળતા મળી છે. અગાઉ થતા ખાતર અને દવાઓનાં ખર્ચમાં રાહત મળતા 40% ખર્ચ બચી ગયો છે.  વળી રાજેન્દ્રસિંહ આરોગ્યપ્રદ અનાજ અને શાકભાજીની ઉપજ કરવાનો આંનદ પણ મેળવી રહ્યા છે. તેઓના મત મુજબ જમીનની લાંબા ગાળા માટે જાળવણી પણ ઓર્ગેનિક ખેતી કરવાથી કરી રહ્યા છે. હવે તેઓ પોતાના પાંચ એકર જમીનમાં હવે વર્મી કમ્પોસ્ટનો જ ઉપયોગ કરી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:October 20, 2020, 18:02 pm

  ટૉપ ન્યૂઝ