ગોધરાના ભાજપના કોર્પોરેટર નિમેશ શાહનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું

News18 Gujarati
Updated: August 10, 2020, 3:04 PM IST
ગોધરાના ભાજપના કોર્પોરેટર નિમેશ શાહનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું
છેલ્લા સમયે શ્વાસની તકલીફ વધી જતા તેઓએ આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

છેલ્લા સમયે શ્વાસની તકલીફ વધી જતા તેઓએ આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

  • Share this:
ગોધરા : હાલ રાજ્ય સહિત દેશભરમાં કોરોનાનો કહેર કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે ગોધરાના વોર્ડ નં-11ના ભાજપના કોર્પોરેટર નિમેશ શાહનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યું થયુ છે. વડોદરાની હૉસ્પિટલમાં તેઓ છેલ્લા એક અઠવાડિયાથી દાખલ હતા. તેમના છેલ્લા સમયે શ્વાસની તકલીફ વધી જતા તેઓએ આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

ગોધરાના વોર્ડ નં-11ના ભાજપના કોર્પોરેટર નિમેશ શાહમાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓને પહેલા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક અઠવાડિયાથી સારવાર ચાલતી હતી. નોંધનીય છે કે, ગોધરા શહેર ભાજપ પ્રમુખ મહેશ હરુમલાણી અને ગોધરા શહેર ભાજપના મહામંત્રી પવન સોનીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ થોડા દિવસમાં સાજા થઇ ગયા હતા.

આ પણ વાંચો- સી.આર.પાટીલ આવતા સમીકરણો બદલાયા : શું ભાજપ પ્રદેશ યુવા મોરચામાં ધરખમ ફેરફાર થશે?

પંચમહાલ જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક 711 ઉપર પહોંચ્યો છે. જે પૈકી 503 પુરૂષો અને 208 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 439 દર્દીઓ રિકવર થયા છે.

આ પણ જુઓ- 
મહત્વનું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. સોમવાર બપોરે પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. પ્રણવ મુખર્જીએ ટ્વિટમાં લખ્યું કે, હૉસ્પિટલ અન્ય તપાસ માટે ગયો હતો જ્યાં મારો કોવિડ-19 (COVID-19)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ગયા એક સપ્તાહમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, હું તેમને અપીલ કરું છું કે તેઓ તમામ ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઈ જાય.

આ પણ વાંચો- #Photos : કાળુ થયું મોરિશિયસના સમુદ્રનું પાણી, સરકારી જાહેર કરી કટોકટી
Published by: Kaushal Pancholi
First published: August 10, 2020, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading