Home /News /madhya-gujarat /પંચમહાલ: કાસિમનું લોકઅપમા કેવીરીતે મોત થયું?, તપાસ મામલે પોલીસનું શું કહેવું છે?

પંચમહાલ: કાસિમનું લોકઅપમા કેવીરીતે મોત થયું?, તપાસ મામલે પોલીસનું શું કહેવું છે?

ડીએસપી ડો. લીના પાટીલ ના સમજાવ્યા બાદ અંતે મામલો શાંત...

Godhra crime news: ગોધરા બી ડિવિઝન પોલીસ મથકના (Godhra B Division Police Station) લોકઅપમાં (locakup) 16 સપ્ટેમ્બરની મધ્યરાત્રીએ કાસીમ અબ્દુલ હયાતે ચાદર વડે ગળે ફાંસો ખાઈને કથિત આત્મહત્યા (suicide) કરી હતી.

    ગોધરાઃ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકના (Godhra B Division Police Station) લોકઅપમાં (lockup) કાસીમ અબ્દુલ હયાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરવાના આ બહુચર્ચિત પ્રકરણમાં પંચમહાલ પોલીસ અધિક્ષક ડો લીના પાટીલ (panchmahal SP leena patil) દ્વારા પોસ્ટમોર્ટમ અહેવાલ આપ્યા બાદ આત્મહત્યા કરવા માટે જે પણ કારણો કસૂરવાર દેખાશે આ સંદર્ભમાં ન્યાયી તપાસ કર્યા બાદ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશેની હૈયાધારણા બાદ રવિવારની સવારે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ અંતિમ વિધિમાં અંદાજે પાંચ હજાર ઉપરાંત રહીશોએ શેખ મઝાવર કબ્રસ્તાનની ખુલ્લી જગ્યામાં નમાઝ અદા કર્યા બાદ અંતિમવિધિ કરવામાં આવતા પોલીસ તંત્રમાં પણ હાશકારો અનુભવાયો હતો.

    ગોધરા બી ડિવિઝન પોલીસ મથકના લોકઅપમાં 16 સપ્ટેમ્બર ની મધ્યરાત્રીએ કાસીમ અબ્દુલ હયાતે ચાદર વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાના આ બહુચર્ચિત પ્રકરણમાં સ્વજનો દ્વારા કાસીમ હયાત ન અસહ્ય માર મારવામાં આવ્યો હોવાના ચોંકાવનારા આક્ષેપો કરીને કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી ના થાય ત્યાં સુધી મૃતક કાસીમ ની અંતિમ વિધિ નહીં કરીએની આ રજૂઆતોમાં જમીયતે ઉલેમા-એ-હિન્દ અને એ આઈ એમ આઈ એમ પણ સામેલ થયું હતું ‌.
    જોકે ગત મોડી સાંજ બાદ પંચમહાલ પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત ફરિયાદ સ્વરૂપની રજૂઆત કરવા ગયેલા સ્વજનો અને અગ્રણીઓ સાથે યોજાયેલ બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આત્મહત્યા સંદર્ભમાં જે પણ કારણો જવાબદાર હશે આ સંદર્ભમાં તટસ્થ તપાસ હાથ ધર્યા બાદ કસૂરવાર જે પણ હશે તેઓની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ આ સ્પષ્ટ સંકેતો ની હૈયા ધારણાઓ બાદ રવિવારની સવાર માં મૃતક કાસીમ અબ્દુલ હયાત ની અંતિમ વિધિ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા પોલીસ તંત્રએ ભારે હાશકારો અનુભવ્યો હતો. જો કે મૃતક કાસીમ હયાત ની અંતિમ વિધિ પૂર્વે પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે ખુદ વ્યૂહાત્મક પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલીંગમાં સતત હાજર રહીને આ બહુચર્ચિત પ્રકરણમાં કુનેહપૂર્વક બાજી સંભાળી હતી.

    પોલીસ લોકઅપમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરનાર મૃતક કાસીમ હયાત ની રવિવાર સવારની અંતિમવિધિમાં સ્વજનો અગ્રણીઓ અને જોડાયેલા મોટાભાગના રહીશો એ સંયમ અને શિસ્તબદ્ધ સાથે સામેલ થયા હતા. પરંતુ આ પૈકી કેટલાક અટકચાળા તોફાની ચહેરાઓ દ્વારા પટેલ વાળા ખાતે આવેલ પોલીસ ચોકી નંબર 2 ની અંદર પથ્થરમારો કરીને તોડફોડ કરવાની પેરવી કરતા જોતજોતામાં પોલીસ કાફલો પોલીસ ચોકી ઉપર દોડી આવતા તોફાની ચહેરાઓ પલાયન થઈ ગયા હતા. જોકે કાસીમા હયાતના અપમૃત્યુના આ બનાવની આડશમાં પોલીસ તંત્ર અને પ્રજાજનો વચ્ચે અવિશ્વાસ ઉભો થાય એવા કેટલાક ચહેરાઓના બદ્ઈરાદાઓ સામે પોલીસ તંત્રે પણ ભારે સંયમ સાથે ફરજો બજાવી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Custodial Death, Godhra. Panchmahal News, Gujarati News News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन