Home /News /madhya-gujarat /પંચમહાલની દીકરીનું પરાક્રમ! ગોધરાની 11 વર્ષની દીકરી TVમાં ચમકશે, નેશનલ ડાન્સ શોમાં થઈ પસંદગી

પંચમહાલની દીકરીનું પરાક્રમ! ગોધરાની 11 વર્ષની દીકરી TVમાં ચમકશે, નેશનલ ડાન્સ શોમાં થઈ પસંદગી

ગોધરાની

ગોધરાની દીકરી આસ્થા ચૌહાણની નેશનલ ડાન્સ શો 'ડાન્સ પ્લસ'માં પસંદગી થઈ

બાળપણથી જ ડાન્સનો શોખ ધરાવતી ગોધરાની આસ્થા ચૌહાણ સખત મહેનત અને મતા-પિતાના સપોર્ટ અને કોચના માર્ગદર્શન હેઠળ નેશનલ ડાન્સ શોમાં સ્થાન પામી છે.

    પંચમહાલ : ગોધરા (Godhra) જેવા નાનકડા શહેરમાં ટેલેન્ટેડ (Dance Talent) લોકોની કમી નથી એમાં પણ નાની ઉંમરે સિદ્ધિઓ હાંસલ કરવી એ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. એવું જ એક ગોધરાનું ગૌરવ (Godhra Girl) એટલે આસ્થા ચૌહાણ (Ashtha Chauhan).

    આસ્થા ગોધરાની રહેવાસી છે જેની ઉંમર 11 વર્ષની છે. તેમજ કલરવ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી આસ્થાને બાળપણથી જ ડાન્સ કરવાનો શોખ હતો. તે શોખને ફક્ત શોખ ન રહેવા દેતાં તેમાં આગળ વધવાની ધગશ ના કારણે તેના માતા-પિતાએ પોતાની દીકરીને ડાન્સનું વ્યવસ્થિત પ્રશિક્ષણ મળે તે માટે ગોધરાના "એક્સ્ટ્રા ઓર્ડિનરી ડાન્સ ક્રુ" રાહુલ રેક્સ કોરિયોગ્રાફરના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત પ્રશિક્ષણ મળે તે માટે ડાન્સ એકેડેમી માં મૂકી. આસ્થાનો ડાન્સ પ્રત્યેનો લગાવ અને રાહુલ સર ના માર્ગદર્શન હેઠળ વધુને વધુ મહેનત નાની ઉંમરે આસ્થા દ્વારા કરવામાં આવી. એમ કરતા કરતા નાના મોટા સ્ટેજ શોમાં આસ્થા ભાગ લેતી ગઈ અને આગળ વધતી ગઈ તેનું પરિણામ આપણી સમક્ષ છે.

    ઇન્ડિયન નેશનલ ટેલિવિઝન શો "ધ અલ્ટીમેટ ડાન્સર્સ"જેની કોરિયોગ્રાફી "શ્યામ યાદવ ડાન્સ ઇન્ડીયા ડાન્સ ફેમ" દ્વારા કરવામાં આવશે તેમ જ તેના જજ ટેલિવિઝનમાં શ્રી કૃષ્ણનો રોલ ભજવનાર "સુમેધ" દ્વારા કરવામાં આવશે. આ શોનું ઓડિશન મેરઠમાં હતું અને તેમાં ભારત ભરમાંથી હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તે હજારોની જનમેદનીને માત આપી top 50 માં આસ્થા ચૌહાણ ગોધરાની દીકરીનું સિલેક્શન થયું અને તે રૂપેરી પરદે ચમકવા માટે તૈયાર છે. સાથે સાથે આસ્થા આટલી નાની ઉંમરે હજુ આગળ પ્રગતિ કરી પોતાના માતા-પિતા કોચ અને ગોધરા નું નામ રોશન કરવા માટે વધુ ને વધુ મહેનત કરી રહી છે તેમજ આવનાર સમયમાં "ડાન્સ પ્લસ" ટેલિવિઝન શો માટે તૈયારી પણ કરી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Godhra. Panchmahal News, Panchmahal, Panchmahal district, Panchmahal latest news, Panchmahal News, Panchmahal top News

    विज्ञापन
    विज्ञापन