પંચમહાલઃ એક જ ગામમાં અલગ અલગ સમયે યુવક-યુવતીએ કરી આત્મહત્યા

પંચમહાલઃ એક જ ગામમાં અલગ અલગ સમયે યુવક-યુવતીએ કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર

પંચમહાલના હાલોલ તાલુકાના કોહીવાવ ગામે એક યુવક અને યુવતીએ અલગ અલગ સમયે અને સ્થળે અગમસ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકાચાર મચી જવા પામી હતી.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ

  પંચમહાલના હાલોલ તાલુકાના કોહીવાવ ગામે એક યુવક અને યુવતીએ અલગ અલગ સમયે અને સ્થળે અગમસ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકાચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.  મળતી માહિતી પ્રમાણે હાલોલ તાલુકાના કોહીવાવ ગામે રહેતી રાજેશ્રીબેન મહેન્દ્રભાઇ નાયકે પોતાના ખેતરમાં અગમ્ય કારણોસર ખેતરમાં છાંટવાની દવા પી લેતા તેને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવીહતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

  આ ઉપરાંત કોહીવાવ ગામના જ સંજયકુમાર છત્રસિંહ નાયકે પણ અગમ્ય કારણોસર ખેતરમાં લીમડાના ઝાડની ડાળી સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું.

  આ અંગે પાવાગઢ પોલીસને જાણ કરતા ઘટના સ્થળળે દોડી આવી તપાસ બાદ અકસ્માત મોતનો ગુનો નોંધી તેના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટમોર્ટમ કરાવી તેના પરિવારજનોને સોંપ્યો હતો. કોહીવાવ ગામે યુવક યુવતીની આત્મહત્યાથી ચકચાર મચી ગઇ હતી.
  Published by:ankit patel
  First published:April 26, 2019, 17:30 pm