શિવમ પુરોહિત,પંચમહાલ: હાલ સરકાર (government) દ્વારા ઘણી પાયાની સુવિધાઓ જેવી કે પાનકાર્ડ(pan card), આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, કેવાયસી જેવી પાયાની જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઇન(Online) કઢાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પહેલાનાં સમયે ઘણી બધી પાયાની સુવિધાઓ માટે સરકારી કચેરીઓની લાઇનોનો સામનો કરવો પડતો હતો તેમજ એક વારમાં કામ ન થાય તો કચેરીઓનાં ધક્કા ખાવા પડતા હતા. પરંતુ આજે ઘણી સુવિધાઓ ઓનલાઇન ઉપલબ્ધ થઇ જતાં વસ્તુઓ સરળ થઈ ગઈ છે. સુવિધા ઓ સરળ થઈ જતાં તેનો દૂરૂપયોગ પણ થાય છે. ત્યારે આજે આપણે પાન કાર્ડ વિશે વાત કરીશું. તમે હાલ ના સમયે પાનકાર્ડ કઢાવવા માટે ક્યાંય ગયાં વગર પોતાના ઘરેથી જ મોબાઇલ કે કમ્પ્યુટર પરથી services.india.gov.in પરથી અરજી કરી પોતાના ઘરે બેઠા પાન કાર્ડ મેળવી શકો છો.
પરંતુ જો તમે પહેલાથી જ પાનકાર્ડ ધારક છો અને તમે કોઈ હેતુસર બીજું પાનકાર્ડ કઢાવવા જશો તો તે ગુનો બની શકે છે. ઇન્કમટેક્સ ની કલમ272B. કલમ 139A ની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળતા માટે દંડ—(1) જો કોઈ વ્યક્તિ કલમ 139A ની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો આકારણી અધિકારી નિર્દેશ કરી શકે છે કે આવી વ્યક્તિ દંડના સ્વરૂપે, દસ હજાર રૂપિયાની રકમ ચૂકવશે. તેવું ઇન્કમટેક્સ ની ૨૭૨B કલમ માં જણાવવામાં આવ્યું છે.તેથી જો તમે પહેલાથી પાન કાર્ડ ધરાવો છો તો બીજું કઢાવતા પહેલા ચેતી જજો...