પંચમહાલ જિલ્લાની વેજલપુર પોલીસે બાતમીને આધારે કતલખાને લઇ જવાતા ૫ ગૌવંશને બચાવ્યા હતા.વેજલપુર પોલીસ દ્વારા બેઢીયા બસ સ્ટેન્ડ પાસે મહિન્દ્રા પીકઅપ નો પીછો કરી 4,25,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મૂંગા પ્રાણીઓનો જિવ બચાવી લેવાયો હતો.
ગોધરા, પંચમહાલ: પંચમહાલ જિલ્લાની વેજલપુર પોલીસે બાતમીને આધારે કતલખાને લઇ જવાતા ૫ ગૌવંશને બચાવ્યા હતા.વેજલપુર પોલીસ દ્વારા બેઢીયા બસ સ્ટેન્ડ પાસે મહિન્દ્રા પીકઅપ નો પીછો કરી ૪,૨૫,૦૦૦ રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી મૂંગા પ્રાણીઓ નો જિવ બચાવી લેવાયો હતો.ગૌવંશ ને બચાવી પોલીસે પિકઅપ ડાલા ચાલક ફરાર થઈ જતાં તેનાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ રેન્જ નાં નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાની આપેલ સચુના મજુબ પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ પંચમહાલ ગોધરા દ્વારા જીલ્લામાં ગૌવંશની હેરાફેરી તેમજ કતલ કરવાની પ્રવૃત્તિઓ ને નેસ્તનાબદુ કરવા જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેનાં આધારે નાયબ પોલીસ અધિક્ષક હાલોલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ગોધરાનાં માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા ઇન્સ્પેક્ટર એલ.એસ.પટેલ પોલીસ ટીમ નાં માણસો સાથે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
તે દરમ્યાન ખાનગી બાતમીદારથી એવી બાતમી મળી હતી કે, એક સફેદ કલરની પીકઅપ ગાડી નં.GJ-16-Z-6793 માં ગૌવાંશ ભરી કતલ કરવાના ઈરાદે ઘોઘબાં તરફથી આવી વેજલપુર થઈ ગોધરા તરફ જવાની છે. જેથી બાતમીના આધારે
પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ ટીમ નાં માણસો સાથે વેજલપુર દેનાબેંક સર્કલ પાસે ઊભા રહ્યા હતા. ઉભા હતા તે દરમ્યાન બાતમી મુજબની પીકઅપ ગાડી જેનો નં.GJ-16-Z-6793 હતો તે આવતા તેના ચાલક
ડ્રાઈવરને ગાડી ઉભી રાખવાનો ઈશારો કરતા ગાડી ઉભી રાખી નહીં અને ગાડી વેજલપુર બસ સ્ટેન્ડ થઈ કાલોલ રોડ તરફ હંકારી મૂકી હતી.
જેથી પોલીસ દ્વારા ગાડીનો પીછો કરતા બેઢીયા બસ સ્ટેન્ડ આગળ ગાડીનો ચાલક પીકઅપ ગાડી મુકી રોડની સાઈડમાં આવેલા ઝાડી ઝાંખરામાં અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. અને પીકઅપ ગાડીનો નંબર જોતા GJ-16-Z-6793 જ નિકળતા તેનાં ડાલાના ભાગે બેટરીના અજવાળે જોતા બળદ નંગ-૫ જેની કિંમત રૂપિયા ૧,૨૫,૦૦૦થતી હતી જેને કતલ કરવાના ઈરાદે ક્રુરતા પૂર્વક પાણી કે ઘાસ ચારાની સગવડ વગર ટુકા ટુકા દોરડા વડે બાંધી રાખવા માં આવ્યા હતા.
જેથી બળદ તથા પીકઅપ ગાડી ની કીંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૪,૨૫,૦૦૦૦ નો મદ્દુામાલ કબ્જે કરી નાસી ગયેલ પીકઅપ ગાડીના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વેજલપુર પોલીસ સ્ટેશન ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર