Home /News /madhya-gujarat /

શહેરા વિનયન કોલેજ ખાતે સપ્તધારા રંગ કલા કૌશલ્ય હેઠળ ગરબા સુશોભન સ્પર્ધા થઈ

શહેરા વિનયન કોલેજ ખાતે સપ્તધારા રંગ કલા કૌશલ્ય હેઠળ ગરબા સુશોભન સ્પર્ધા થઈ

Panchmahal News : ખરેખર નવરાત્રિએ શક્તિ ઉપાસનાના દિવસો છે ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનશક્તિ બહાર લાવવાનું કામ

Panchmahal News : ખરેખર નવરાત્રિએ શક્તિ ઉપાસનાના દિવસો છે ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનશક્તિ બહાર લાવવાનું કામ

    શિવમ પૂરોહિત, પંચમહાલ    હાલ જિલ્લામાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઘણી બધી જગ્યાએ શાળા અને કોલેજોમાં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઘણી શાળા-કોલેજોમાં પણ નવરાત્રિના આયોજનો થઇ રહ્યા છે પરંતુ તેની વિશેષ શૈલી જોવા મળી રહી છે. તેવું જ એક આયોજન શહેરા વિનીયન કોલેજ ખાતે જોવા મળ્યું.  શહેરા વિનયન કોલેજ ખાતે સપ્તધારા રંગ કલા કૌશલ્ય હેઠળ ગરબા સુશોભન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું. સરકારી વિનયન કોલેજ શહેરામાં નવરાત્રી પર્વ નિમિત્તે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, આજે કોલેજમાં આચાર્ય ડો.વિપુલ ભાવસારના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની રંગ કલાકૌશલ્ય ધારા અંતર્ગત સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબા સુશોભન, આરતી સુશોભન અને કોડિયા સુશોભનની સ્પર્ધા રાખવામાં આવી હતી.


    જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગરબીઓ નેે શણગારવામાં આવી તથા તેમાંં ટીલડી ટીલડા ચોંટાડીને તેને આકર્ષક બનાવવામાં આવે છે તેમજ સાથે સાથે દીવો પ્રગટાવવા ના કોડિયા ને પણ ભાતભાતના રંગો પુરી આકર્ષક બનાવવામાં આવે છે તેમજ માની આરાધના કરવા માટે આરતી ને થાળ ની ઉપર કંકુ અબીલ કા તો પછી ઓઇલ પેઇન્ટ જેવા રંગોથી થાળીને વિશેષ રીતે રંગવામાં આવે છે. જેના થકી વિદ્યાર્થીઓમાં રહેલી સર્જન શક્તિ બહાર લાવી શકાય.


    ખરેખર નવરાત્રિએ શક્તિ ઉપાસનાના દિવસો છે ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનશક્તિ બહાર લાવવાનું કામ શહેરની વિનયન કોલેજ દ્વારા કરવામાં આવ્યું. રંગકલા કૌશલ્ય ધારાના કો-ઓર્ડીનેટર ડો. કાજલબેન પટેલે સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને રંગકલા અને સુશોભન સ્કીલ અંગેનું માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેમના પ્રયત્નથી કોલેજના ૨૨ જેટલા છોકરા-છોકરીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.


    આજની આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. દિનેશભાઈ માછી તેમજ ગુજરાતી વિભાગના ડૉ. સંસ્કૃતિ બેન પરમારે સેવાઓ આપી હતી. કોલેજના સૌ શૈક્ષણિક સ્ટાફે વિદ્યાર્થીઓના આ ઇનોવેટિવ સર્જનાત્મક કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. શાળા અને કોલેજોમાં આ જ પ્રકારના આયોજનો થતા રહે તો બાળકો ભણવાની સાથે સાથે અન્ય કૌશલો માં પણ માહિર બને ને પોતાની જીવનશૈલી સુધારી શકે.
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन