Home /News /madhya-gujarat /

પંચમહાલ : કાલોલના સુપર મોલમાંથી 25000ની ખરીદી કરી છેતરપિંડી, બે ગઠીયા નડિયાદથી ઝબ્બે

પંચમહાલ : કાલોલના સુપર મોલમાંથી 25000ની ખરીદી કરી છેતરપિંડી, બે ગઠીયા નડિયાદથી ઝબ્બે

પંચમહાલના સમાચાર

આધાર સુપર માર્કેટમાંથી રૂ. ૨૫ હજારના માલસામાનની ખરીદી કરીને છેતરપીંડી કરી ફરાર થઈ ગયા હતા

    પંચમહાલ : જિલ્લાના કાલોલ નગર ખાતે આવેલા કાલોલના આધાર સુપર માર્કેટમાંથી રૂ. ૨૫ હજારના માલસામાનની ખરીદી કરીને છેતરપીંડી કરી ફરાર થઈ ગયા હતા. પરંતુ ફરાર થઈ જનારા બન્ને ગઠિયાઓને પોલીસે ગણતરીના કલાકોમાં નડિયાદમાંથી બાહોશ રીતે ઝડપી લીધા છે.

    કાલોલ નગરમાં આવેલી આધાર સુપર માર્કેટ ખાતે ગત ૨૧/૦૯/૨૧ના રોજ બપોરના ત્રણ વાગ્યાના સુમારે એક નંબર વગરની હુન્ડાઈ કંપનીની સફેદ કારમાં આવેલા બે ઈસમોએ આધાર સુપર માર્કેટમાં આવી કેશીયર દ્વારા મેનેજરને ફોન કરાવી પોતે ડિલાઇટ પેટ્રોલ પંપથી આવ્યો છે અને પપ્પાએ અમને મોકલ્યો છે તો થોડો સામાન લેવાનો છે તેવી ઔપચારિક વાત કરી બન્ને શખ્સોએ આધાર માર્કેટમાંથી ઘી, સાબુ, તેલ, બેટરી, સેલ , ટૂથ પેસ્ટ જેવી વિવિધ રૂ. ૨૫ હજારની ચીજવસ્તુઓની ખરીદી કરીને બિલની રકમ મેનેજરના એકાઉન્ટમાં જમા કરાવી દઉં છું તેવું કહીને બંને ઈસમો તેમની નંબર વિનાની કારમાં માલ સામાન લઈ પાછલા દશ બાર દિવસોથી ફરાર થઈ જવાની ફરિયાદને આધારે કાલોલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

    આધાર મોલના સીસીટીવી ફૂટેજના આધારે બન્ને ઈસમોના ફૂટેજ ગુજરાત પોલીસ ગ્રુપમાં ફોરવર્ડ કર્યા બાદ ગણતરીના કલાકોમાં નડીઆદ ટાઉન પોલીસે બન્ને ઈસમોને ઝડપી પાડી કાલોલ પોલીસને સોંપતા કાલોલ પોલીસે ચિંતનકુમાર ઊર્ફે દેવરાજ વસંતભાઈ ગઢવી (ઉ.૨૪) અને રવિકુમાર ઉર્ફે  પિન્ટુ મનુભાઈ ગઢવી (ઉ.વ, ૩૩- બન્ને રહે. રામોદકી બાપુની વાડી, તા. પેટલાદ)ની અટકાયત કરી વધુ પુછપરછ અર્થે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    તસવીરોમાં કાલોલ આધાર સુપર મોલમાં સામાન લઈ ફરાર થઈ ગયેલા એવા પોલીસને હાથે ઝડપાયેલા બંને ઈસમો તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.હવે સાંપ્રત સમયમાં આવા બનાવો વધી જતા ચિંતાનું કારણ તો વધ્યું છે પરંતુ સાથે જિલ્લા પોલીસ ની પ્રશંસનીય કામગીરી ને લઈ આવા ગુનેગારો લાંબા સમય સુધી પોતાને છુપાવી શકવામાં સક્ષમ નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Panchmahal, Panchmahal latest news, Panchmahal News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन