Home /News /madhya-gujarat /બુલેટ ટ્રેન તથા ધોલેરા ગીફ્ટ સીટીનાં પ્રોજેક્ટ માટે પંચમહાલ જિલ્લામાં ભરતી મેળો, મોટી સંખ્યામાં ઉમેદવારોના થયા ઈન્ટરવ્યું

બુલેટ ટ્રેન તથા ધોલેરા ગીફ્ટ સીટીનાં પ્રોજેક્ટ માટે પંચમહાલ જિલ્લામાં ભરતી મેળો, મોટી સંખ્યામાં ઉમેદવારોના થયા ઈન્ટરવ્યું

ભરતી

ભરતી મેળો, ગોધરા, પંચમહાલ

શિવ આઇટીઆઇ (Shiv ITI) ખાતે આધાન સોલ્યુશન (adhan solution) અને કર્મા ફાઉન્ડેશન (Karma foundation) નાં સંયુક્ત ઉપક્રમે આવનારા સમયમાં બુલેટ ટ્રેન (bullet train) તથા અન્ય પ્રોજેક્ટ માટે એલ એન્ડ ટી (L&T) તથા અન્ય કંપનીઓ માટે ભવ્ય ભરતી મેળો યોજાયો હતો.

વધુ જુઓ ...
    Shivam Purohit, Panchmahal: આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા (Godhra) ખાતે ગદુકપર ગામે શિવ આઇટીઆઇ (Shiv ITI) ખાતે આધાન સોલ્યુશન (adhan solution) અને કર્મા ફાઉન્ડેશન (Karma foundation) નાં સંયુક્ત ઉપક્રમે આવનારા સમયમાં બુલેટ ટ્રેન (bullet train) તથા અન્ય પ્રોજેક્ટ માટે એલ એન્ડ ટી (L&T) તથા અન્ય કંપનીઓ માટે ભવ્ય ભરતી મેળો યોજાયો હતો. જેમાં સવારે 10 થી બપોરના ૨ વાગ્યા સુધી ૨૫૦ કરતા વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા.

    તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના યુવા સંભાગ નાં જિલ્લા પ્રમુખ તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ નાં યુવા સંગઠન મંત્રી નૈકજ ભટ્ટ તથા સ્નેહ પટેલ, જયનીર દેસાઈ દ્વારા આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં થી તેમજ પંચમહાલ ની આસપાસ નાં મહિસાગર તેમજ સંતરામપુર થી તેમજ વડોદરા થી પણ અનેક ઉમેદવારો આવ્યાં હતાં.

    આ પણ વાંચો: વારાણસીમાં પીએમ મોદીએ કહ્યું- યુક્રેન મુદ્દા ઉપર પણ વિપક્ષ કરી રહ્યું છે રાજનીતિ

    જેમાં આધાન સોલ્યુશન કંપની દ્વારા આ તમામ રીક્રૃટમેન્ટ કરવામાં આવી હતી. આધાન સોલ્યુશન નાં મેનેજિંગ ડિરેક્ટર ભાવના ઉધનાની પણ ગોધરા ખાતે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં એલ એન્ડ ટી દ્વારા શરૂ કરવામાં આવતા બુલેટ ટ્રેન તથા ધોલેરા ગીફ્ટ સીટી નાં પ્રોજેક્ટ માટે ઉમેદવારો ની પસંદગી માટે ગોધરા નજીક આવેલા ગદુકપુર ગામે આવેલી શિવ આઇટીઆઇ ખાતે ભરતી મેળો રાખવામાં આવ્યો છે. જેમાં પસંદગીઓ પામનારા ઉમેદવારો ને ટ્રેનિંગ આપવામાં આવશે તેમજ ત્યારબાદ પ્લેસમેન્ટ કરવામાં આવશે.
    " isDesktop="true" id="1186020" >

    આ પણ વાંચો: સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધો.10ની વિદ્યાર્થિનીને કરી નજર કેદ, આપઘાતની કોશિશ

    તેમજ આ સીવાય અન્ય ફ્લિપકાર્ટ, મીશો, રીલાયન્સ જેવી કંપનીઓ માટે પણ આવનારા સમયમાં ભરતી મેળા નું આયોજન ગોધરા ખાતે કરવામાં આવશે તેવું આધાન સોલ્યુશન નાં મેનેજિંગ ડિરેક્ટર ભાવના ઉધનાની દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભરતી મેળા નું સુચારુ આયોજન થાય તે માટે શિવ આઇટીઆઇ નાં સંચાલક શાંતનુભાઈ દેસાઈ દ્વારા સહયોગ કરાયો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Bullet train project, Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन