ગોધરાના બામરોલી રોડ વિસ્તારના પ્રવેશ સ્થાન પાસે આવેલું મહારાણા પ્રતાપ સ્મારક જ્યાં થોડાક સમય પહેલા મહારાણા પ્રતાપનું સ્મારક બનાવી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પંચમહાલઃ સામાન્ય રીતે સાંપ્રત સમયમાં સમાજ યુવા પેઢી પર વિશ્વાસ મુકતા ખચકાતો હોય છે ત્યારે યુવાનો કાંઈક એવું કરી બતાવે ક્યારે સમાજ અચંબિત થઈ જતો હોય છે. એવો જ એક કિસ્સો આજરોજ ગોધરા નગરમાં જોવા મળ્યો. ગોધરાના બામરોલી રોડ વિસ્તારના પ્રવેશ સ્થાન પાસે આવેલું મહારાણા પ્રતાપ સ્મારક જ્યાં થોડાક સમય પહેલા મહારાણા પ્રતાપનું સ્મારક બનાવી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગોધરાના યુવાનો ને આ સ્મારક ઉપર ભગવો લહેરાવવા માટે નો વિચાર આવી રહ્યો હતો જ્યારે આજરોજ દેવદિવાળીના શુભ પર્વે યુવકો દ્વારા સ્વયં સંકલ્પ થી તેમજ પોતાની જાતે તમામ આયોજન કરી આજરોજ ગોધરા ની ધરતી ઉપર સૌપ્રથમ વખત દેશનું ભાવિ ગણાતા તેમજ ઉત્સાહી યુવાનો દ્વારા 'ભગવારોહણ' કરાયું.
આજકાલના યુવાનો મોટાભાગે પાન પડીકી ના ગલ્લે જોવાતા હોય ત્યારે સમાજ તેમને નિરર્થક ગણી લેતા હોય છે ત્યારે યુવાનો દ્વારા પોતાના રાષ્ટ્ર અને ધર્મ પ્રેમ ને લઇ જ્યારે ભગીરથ કાર્યો કરવામાં આવે ત્યારે સામાજીક દ્રષ્ટિ પણ ખોટી પડતી હોય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આજે ગોધરા ખાતે જોવા મળ્યું.