ગોધરા, પંચમહાલ: ગોધરા સ્થિત ભૂરાવાવ વિસ્તારની વૈભવ સોસાયટીમાં રહેતા સિનિયર સીટીઝને પોતાના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરનાર રહીશ સતિષ માથુરના બાંધકામને બચાવવા માટે વિરોધાભાસી માપણી "સીટો" તૈયાર કરનાર ગોધરા સ્થિત ડી.આઈ..એલ.આર. કચેરી અને ગેરકાયદેસર બાંધકામ કરનાર આ રહીશ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર ના રેવન્યુ ડિપાર્ટમેન્ટ ની IORA એપ્લિકેશન ઉપર ઓનલાઈન ફરીયાદ સ્વરૂપમાં અરજી કરી છે.
સંભવતઃ લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ કોઈ સરકારી કચેરી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની અરજી આ સૌ પ્રથમ હોવાનું કહેવાય છે. એમાં સિનિયર સીટીઝન ના પોતાના પ્લોટ માં ગેરકાયદેસર દબાણને દૂર કરાવવા માટે ની ન્યાયિક લડત માં વહીવટી તંત્ર ન્યાય આપશે કે નહીં તે અત્યારે તો ખબર નથી, પરંતુ ગેરકાયદેસર દબાણ ને "ક્લીન ચીટ" આપવા માટે ડી.આઈ.એલ.આર. કચેરી ના સત્તાધીશો એ જે વિરોધાભાસી માપણી સીટો લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ રજુ કરી હતી તેની આ કચેરી ના સહભાગી વહીવટ સામે ઓનલાઈન ફરીયાદ કરવામાં આવતા આગામી દિવસોમાં આ મુદ્દો ભારે ચર્ચાઓમાં ગોઠવાય તેવું જોવાઇ રહ્યું છે.
ગોધરા સ્થિત વૈભવ સોસાયટી માં રહેતા સિનિયર સિટીઝન એ પોતાના સુવિધાનગર ખાતે આવેલા પ્લોટમાં સતિષ માથુર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરાવવા માટે ન્યાય માટેની લડત લડી રહયા છે. પરંતુ રાજકીય અને નાણાંકીય પ્રભાવ ના દબાણો સામે આ વૃધ્ધ રહીશ ને ન્યાય મળ્યો નથી. જો કે અરજદાર સિનિયર સીટીઝન સામે ગેરકાયદેસર બાંધકામને બચાવવા, રક્ષણ આપતા ગોધરા સ્થિત ડી.આઈ.એલ.આર. કચેરીના વિરોધાભાસી માપણી સીટો તૈયાર કરવા નાં આ વહીવટને પણ "લેન્ડ ગ્રેબિંગ એકટ" ની કાર્યવાહી માં સામેલ કરવા ની આધાર-પુરાવાઓ સાથે ઓનલાઈન ફરીયાદ માં પ્રતિવાદી નં.૧ તરીકે સામેલ કર્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર